GUJARATSINORVADODARA

શિનોર બજાર સમિતિના પ્રમુખ પદે મુકેશ પટેલ અને ઉપપ્રમુખ પદે જયેશ પટેલ બિન હરીફ ચૂંટાયેલા જાહેર થયા..


ફૈઝ ખત્રી..શિનોર
શિનોર બજાર સમિતિના સભાપતિ તથા ઉપસભાપતિ ની ચૂંટણી માટે આજરોજ તારીખ 10 જુલાઈ 2026 બપોરના 12 કલાકે સામાન્ય સભા મળી હતી, તેમાં ભાજપા ના મેન્ટેડ મુજબ ચેરમેન તરીકે પટેલ મુકેશભાઈ મોતીભાઈ (બિરલા) તથા ભાઈ ચેરમેન તરીકે પટેલ જયેશભાઈ રતિલાલ ની સર્વાનુંમતે બિનહરીફ વરણી કરવામાં આવી હતી. પ્રદેશ ભાજપનો મેન્ડેડ લઈને મહામંત્રી જયદીપસિંહ ચૌહાણ તથા બ્રિજેશ પટેલ આવ્યા હતા અને દરેક સભ્યોને મિટિંગમાં જાણ કરી હતી. વરણી પામેલા પ્રમુખ-ઉપપ્રમુખને ડિરેક્ટરો તથા કાર્યકરોએ અભિનંદન આપી ફૂલહાર થી વધાવી લીધા હતા. વિદાય લેતા ચેરમેન સચિન પટેલે અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે 2018માં મેં ચેરમેન તરીકે ચાર્જ લીધો હતો, ત્યારે રૂપિયા 35 લાખનું દેવું હતું અને આજે નવા વરાયેલા ચેરમેન, વાઇસ ચેરમેન ને રૂપિયા બે કરોડ ઉપરાંતનું ભંડોળ આપેલ છે.
ચેરમેન મુકેશ પટેલે તમામ ખેડૂતો ,સહકારી મંડળીના સભાસદો તથા વેપારીઓનો આભાર માની બજાર સમિતિ ખેડૂતો તથા વેપારીઓના હિતમાં સદાય તત્પર રહેશે, તેવી ખાતરી આપી હતી.
શિનોર થી સાધલી મુકામે આવ્યા બાદ બંને વિજેતાઓએ રાષ્ટ્રીય પ્રતિમાઓ સરદાર પટેલ ,બાબા સાહેબ આંબેડકર તથા ભગવાન બિરસા મુંડાને પુષ્પમાળા અર્પણ કરી હતી.

Back to top button
error: Content is protected !!