શ્રી વઢિયાર પરગણા પ્રજાપતિ સમાજ કલોલ નું ગૌરવ વધારતી વિશ્વા પ્રજાપતિ.અને પ્રિશા પ્રજાપતિ..
શ્રી વઢિયાર પરગણા પ્રજાપતિ સમાજ કલોલ નું ગૌરવ વધારતી વિશ્વા પ્રજાપતિ.અને પ્રિશા પ્રજાપતિ..

શ્રી વઢિયાર પરગણા પ્રજાપતિ સમાજ કલોલ નું ગૌરવ વધારતી વિશ્વા પ્રજાપતિ.અને
પ્રિશા પ્રજાપતિ..
૨ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ, BAPS સ્વામિનારાયણ સંસ્થા એ ગુજરાતના
વડોદરામાં સૌથી મોટા એક સાથે હિન્દુ ગ્રંથ પાઠ માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ
બનાવ્યો હતો,તેમાં ટોટલ ૧૨,૭૨૩ બાળકોએ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ
દ્વારા લખાયેલા સત્સંગ દીક્ષા ગ્રંથમાંથી ૩૧૫ સંસ્કૃત શ્લોકોનું પઠન
કર્યું હતુ તેમાં રાધનપુરના જાવંત્રીના વતની અને કલોલ ખાતે રહેતા
પ્રજાપતિ જગદીશભાઈ ચંદુભાઈ (જસલપરા) ની સુપુત્રી વિશ્વા પ્રજાપતિ અને
રાધનપુર ના વતની કલોલ ખાતે રહેતા પ્રજાપતિ કલ્પેશભાઈ પરષોત્તમદાસ
(વાવડીયા) ની સુપુત્રી પ્રિશા પ્રજાપતિ આ બંને દીકરીઓને આ ગિનિસ વર્લ્ડ
રેકોર્ડ બનાવવામાં સામેલ હતી. બંને દીકરીઓને પણ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ
સર્ટિફિકેટ દ્વારા ૫ મી જુલાઈ ૨૦૨૬ ને રવિવાર ના રોજ કલોલ મંદિર ખાતે
સત્સંગ સભામાં સન્માનીત કરવામાં આવેલ. BAPS સંસ્થા દ્વારા આયોજીત આ
કાર્યક્રમમાં દેશ-વિદેશના લાખો ભક્તો જોડાયા હતા, “સત્સંગ દીક્ષા”
ગ્રંથના પઠન દ્વારા બાળકોમાં સંસ્કાર એકાગ્રતા અને આધ્યાત્મિક ભાવના
પ્રેરિત કરવાનો હેતુ રાખવામાં આવ્યો હતો.વિશ્વ વિક્રમની આ ઐતિહાસિક
સિદ્ધિ શ્રી વઢીયાર પરગણા પ્રજાપતિ સમાજની શિક્ષણ પ્રેમી યુવા પેઢી માટે
પ્રેરણા રૂપ છે અને હાલ પણ BAPS સંસ્થાના વડા મહંતસ્વામી મહારાજની આજ્ઞા
પ્રમાણે આગળ પણ સંસ્કૃતમાં અભ્યાસ ચાલું છે તેમ જગદીશભાઈ પ્રજાપતિએ
જણાવ્યું હતું. BAPS સંસ્થા દ્વારા ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં પ્રજાપતિ
સમાજની બંને દીકરીઓને સમાવેશ કરાતા શ્રી વઢિયારી પ્રજાપતિ સમાજ કલોલ ના
પ્રમુખ ચમનભાઈ કરમશીભાઈ, ઉપ પ્રમુખ કાંતિભાઈ લાલાભાઈ,મંત્રી અંકિતભાઈ
મણિલાલભાઈ,સહમંત્રી જગદીશભાઈ હરિભાઈ,અધ્યક્ષ ધીરૂભાઈ છગનભાઈ,કન્વીનર
અખિલેષભાઈ તુળશીભાઈ, રાજેશભાઈ ગણેશભાઈ સહીત સર્વે કારોબારી સભ્યો અને
સલાહકાર મિત્રોએ બંને દીકરીઓને અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્ય માટે
શુભકામનાઓ પાઠવી પ્રગતિના સોપાન સર કરી માતા-પિતા નું નામ રોશન કરવા
જણાવ્યું હતું.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530




