
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી, તા-૧૦ જુલાઈ : રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.૪૧ માંડવી-નલિયા-નારાયણ સરોવર રોડના લાયજા-બાયઠ રોડ પર આવેલ સ્ટ્રકચર ૧૬૬/૫૦૦ (માયનોર બ્રીજ) તથા બાયઠ-દેઢિયા રોડ પર આવેલ સ્ટ્રકચર ૧૭૦/૪૦૦ (મેજર બ્રીજ) પરથી ભારે/અતિભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવવા તથા વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા જાહેરનામું બહાર પાડવા દરખાસ્ત રજુ થયેલ છે. રજુ થયેલ દરખાસ્ત અન્વયે અત્રેથી અભિપ્રાય મંગાવતા પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજના વંચાણ-૩ તથા સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટશ્રી, મુંદરાના વંચાણ-જ વાળા પત્રથી હકારાત્મક અભિપ્રાય રજુ થયેલ જે બાબતે અત્રેના વંચાણ-૪ વાળાથી જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે જે જાહેરનામાની મુદત પૂર્ણ થતી હોઈ વધુ મુદતનું જાહેરનામું બહાર પાડવા વંચાણ-૭વાળી દરખાસ્ત રજૂ થયેલ છે જે ધ્યાને લઈ નીચે જણાવ્યા મુજબનો હુકમ કરવો જરૂરી જણાય છે.અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી પાર્થ કોટડીયા દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૩(૧)(બી) અન્વયે મને મળેલ અધિકારની રૂએ ફરમાવું છું કે, તા.૩૦/૧૦/૨૦૨૬ સુધીના સમયગાળા માટે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.૪૧ માંડવી-નલિયા-નારાયણ સરોવર રોડના લાયજા-બાયઠ રોડ પર આવેલ સ્ટ્રકચર ૧૬૬/૫૦૦ (માયનોર બ્રીજ) તથા બાયઠ-દેઢિયા રોડ પર આવેલ સ્ટ્રકચર ૧૭૦/૪૦૦ (મેજર બ્રીજ) પરથી ભારે/અતિભારે વાહનો અવર-જવર કરી શકશે નહી. જયારે વૈકલ્પિક માર્ગ/રસ્તાની વિગત:- લાયજા મોટા ચોકડી-બાડા-બાયઠ-દેઢિયા રસ્તા પરથી ભારે/અતિભારે વાહનો અવર-જવર કરી શકશે. કોઠારા થી માંડવી વાયા મોથાળા-ગઢશીશા રસ્તા પરથી ભારે/અતિભારે વાહનો અવર-જવર કરી શકશે. જણાવેલ બ્રિજ પરથી ભારે/અતિભારે વાહનોની અવર-જવર બંધ થવા તેમજ વૈકલ્પિક રસ્તા/માર્ગનો ઉપયોગ કરવા હુકમ કરુ છું.આ હુકમની અંદર ભારે વાહન શબ્દનો અર્થ મોટર વ્હીકલ એક્ટમાં જે વ્યાખ્યા આપી છે તે મુજબનો રહેશે.



