BHUJGUJARATKUTCH

પૂર્વ કચ્છ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની મંજૂર થતા રાજ્યમંત્રીનું ABRSM- કચ્છ દ્વારા આભાર દર્શન કરવામાં આવ્યું.

ABRSM- કચ્છના વિવિધ સંવર્ગોના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં અભિવાદન કાર્યક્રમ યોજાયો

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ,તા-૧૦ જુલાઈ : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, કચ્છ (વિદ્યાલય–ઉચ્ચ શિક્ષા સંવર્ગ) દ્વારા પૂર્વ કચ્છ જિલ્લા શિક્ષણાધિકારી (DEO) કચેરીને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવતા માનનીય રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબનો આભારદર્શન અને અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો.કાર્યક્રમમાં પ્રાંત કોર ટીમના ઉપાધ્યક્ષ તથા વર્ગ-૨ રાજ્ય સંગઠન મંત્રી મુરજીભાઈ ગઢવી, માધ્યમિક સરકારી રાજ્ય અધ્યક્ષ નયનભાઈ વાંઝા, માધ્યમિક ગ્રાન્ટેડ પ્રાંત સહ સંગઠન મંત્રી તથા કચ્છ જિલ્લા માધ્યમિક ગ્રાન્ટેડ અધ્યક્ષ અલ્પેશભાઈ જાની, પ્રાથમિક સરકારી પ્રાંત મંત્રી રમેશભાઈ ગાગલ, ગ્રાન્ટેડ આચાર્ય અધ્યક્ષ વસંતભાઈ ગઢવી, સરકારી ઉચ્ચતર માધ્યમિક અધ્યક્ષ અમોલભાઈ ધોળકિયા, સરકારી માધ્યમિક અધ્યક્ષ શૈલેન્દ્રસિંહ જાડેજા, પ્રાથમિક ગ્રાન્ટેડ અધ્યક્ષ કલ્પેશભાઈ ચૌધરી, HTAT અધ્યક્ષ અમરાભાઈ રબારી, પ્રાથમિક સરકારી મહામંત્રી મયુરભાઈ પટેલ, ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક કોષાધ્યક્ષ ડૉ નરેશભાઈ કારિયા તેમજ ઉચ્ચ શિક્ષા સંવર્ગમાંથી મનોજભાઈ છાયા અને કલ્પેશભાઈ સોરઠીયા સહિત વિવિધ સંવર્ગોના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે પૂર્વ કચ્છમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની સ્થાપનાને શિક્ષણ ક્ષેત્ર માટે ઐતિહાસિક અને સુવિધાજનક નિર્ણય ગણાવી રાજ્ય સરકાર તથા માનનીય રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા સાહેબ પ્રત્યે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનો દ્વારા શિક્ષણ ક્ષેત્રના વિકાસ માટે સરકારના આ નિર્ણયને આવકારી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. એવું અલ્પેશભાઈ જાનીએ યાદીમાં જણાવાયુ હતું.

Back to top button
error: Content is protected !!