GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી સામૂહિક દુષ્કર્મ અને લૂંટ કેસનો મુખ્ય સૂત્રધાર દિનેશ જખાણીયા ઝડપાયો 

 

MORBI:મોરબી સામૂહિક દુષ્કર્મ અને લૂંટ કેસનો મુખ્ય સૂત્રધાર દિનેશ જખાણીયા ઝડપાયો

 

મોરબી તાલુકાના સીમ વિસ્તારમાં પરપ્રાંતીય ખેત મજૂર પરિવારો પર હુમલો કરી, લૂંટ ચલાવી મહિલાઓ પર અત્યાચાર ગુજારનાર ગેંગના મુખ્ય આરોપીને મોરબી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો છે.

મોરબી તાલુકા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં બે સામુહિક દુષ્કર્મની ઘટના બનેલ અને જે અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ હોય

જેમાં ગુનાવાળી જગ્યાએ રાત્રીના સમયે ખેતરોમા ખેતીકામ કરતા અને ત્યાંજ રહેતા પરપ્રાંતના ખેત મજુરોને ટાર્ગેટ કરી દેવીપુજક ગેંગના પાંચ સભ્યોએ મળી છરી/ધોકા સાથે રાત્રી દરમિયાન ચોરી/લુંટ કરવાના ઇરાદે જતા ખેત મજુર પરીવાર પાસે દર દાગીના નહી મળી આવતા એકજ રાત્રીના ઉપરોક્ત બે જુદા જુદા સ્થળે ખેત મજુરોને છરી/ધોકા બતાવી મારી નાખવાની ધમકી આપી છરીની અણીએ બે મહિલાઓ ઉપર તેના પતિની સામે સામુહીક દુષ્કર્મ આચરેલ જે બંન્ને ખુબજ ગંભીર પ્રકારના વણશોધાયેલ દુષ્કર્મના ગુનામા સંડોવાયેલ કુલ-૩ આરોપીઓ તથા એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને તાત્કાલીક ગણતરીના સમયમાં પકડી મોરબી તાલુકા પોલિસ સ્ટેશનમાં સોપેલ હતા. તેમજ આ ગુન્હાનો મુખ્ય આરોપી દિનેશભાઇ મધુભાઇ જખાનીયા રહે. માથક તા.હળવદ જી.મોરબીવાળો આ ગુનો આચર્યા બાદથી નાસતો ફરતો હોય તેને શોધવા તેના આશ્રય સ્થાનોએ અવાર નવાર તપાસ કરતા મળી આવેલ ન હોય જેથી આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ સામુહિક દુષ્કર્મના ગુન્હાના નાસતા ફરતા મુખ્ય આરોપીને શોધી કાઢવા માટે મોરબી એલ.સી.બી./પેરોલફર્લો સ્ટાફ દ્વારા ટેકનીકલ માધ્યમ, હ્યુમન સોર્સીસ, તથા ખાનગી બાતમી મેળવી તેમજ જુદી-જુદી ટીમો બનાવી આ ગુન્હાના મુખ્ય આરોપીને શોધી કાઢવા કાર્યરત હતા.તે દરમ્યાન ખાનગી બાતમી મળેલ કે આ ગુનો આચરનાર નાસતો ફરતો આરોપી દિનેશભાઇ મધુભાઇ જખાનીયા રહે.માથક તા.હળવદ જી. મોરબીવાળો મોટર સાયકલ ઉપર ધ્રોલથી ભાદરા પાટીયા થઇ આમરણ તરફ આવનાર છે તેવી બાતમીના આધારે બાતમીવાળા સ્થળે એલ.સી.બી./પેરોલ ફર્લોના અધિકારીની ટીમો ગોઠવી આરોપીની વોચ તપાસમાં હતા દરમ્યાન તે ગુન્હામાં ઉપયોગ કરેલ મોટર સાયકલ સાથે મળી આવતા તેને હસ્તગત કરી તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવારી કરવા માટે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે.

Back to top button
error: Content is protected !!