સુખસરમાં એસઓજીની ત્રાટકતી રેડ, ૨૦ વર્ષનો પશ્ચિમ બંગાળનો બોગસ તબીબ ઝડપાયો

તા.૧૨.૦૭.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Sukhsar:સુખસરમાં એસઓજીની ત્રાટકતી રેડ, ૨૦ વર્ષનો પશ્ચિમ બંગાળનો બોગસ તબીબ ઝડપાયો
દાહોદ જિલ્લામાં ડિગ્રી વગર એલોપેથિક પ્રેક્ટિસ કરતા નકલી તબીબો સામે પોલીસે લાલ આંખ કરી છે.દાહોદ જિલ્લા એસ.ઓ.જી. પોલીસને એક મોટી સફળતા મળી છે. પોલીસે સુખસર તાલુકાના લખાનપુર ગામે ઓચિંતી રેડ પાડીને પશ્ચિમ બંગાળના માત્ર ૨૦ વર્ષના એક બોગસ તબીબને રંગેહાથ ઝડપી પાડ્યો છે. આ નકલી ડૉક્ટર કોઈ પણ માન્ય ડિગ્રી કે લાયસન્સ વગર ભોળી જનતાના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરી રહ્યો હતો ભાડાના મકાનમાં ચાલતું હતું મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી પ્રાંજલ અસીત મંડલ (ઉંમર વર્ષ ૨૦) લખાનપુર ગામમાં એક મકાન ભાડે રાખીને ગેરકાયદેસર ક્લિનિક ચલાવતો હતો. તેની પાસે તબીબી પ્રેક્ટિસ માટેનું કોઈ પ્રમાણપત્ર કે ડિગ્રી નહોતી. છતાં તે ગ્રામીણ વિસ્તારના ગરીબ અને ભોળા દર્દીઓની સારવાર કરીને પૈસા કમાતો હતો અને લોકોના જીવ જોખમમાં મૂકતો હતો ₹.૪૯,૦૦૬ નો મુદ્દામાલ જપ્ત એસ.ઓ.જી. પોલીસે બાતમીના આધારે જ્યારે ક્લિનિક પર દરોડો પાડ્યો ત્યારે ત્યાંથી મોટા પ્રમાણમાં એલોપેથિક દવાઓ મળી આવી હતી.એલોપેથિક ઇન્જેક્શન્સ પ્રતિબંધિત અને તબીબી વપરાશની વિવિધ દવાઓ સ્ટેથોસ્કોપ સહિતના મેડિકલ સાધન-સામગ્રી પોલીસે ક્લિનિકમાંથી કુલ રૂપિયા ૪૯,૦૦૬ નો મુદ્દામાલ જપ્ત કરીને સ્થળ પર જ સીલ મારી દીધું છે.





