GUJARATMORBIMORBI CITY / TALUKO

TANKARA:શૈક્ષિક મહાસંઘની રજૂઆત રંગ લાવી: ટંકારાના શિક્ષકોને પૂર નિયંત્રણની ફરજમાંથી મુક્તિ

 

TANKARA:શૈક્ષિક મહાસંઘની રજૂઆત રંગ લાવી: ટંકારાના શિક્ષકોને પૂર નિયંત્રણની ફરજમાંથી મુક્તિ

 

શૈક્ષિક મહાસંઘની રજુઆતથી દુર્લભજીભાઈ દેથરીયાએ ફ્લડ કંટ્રોલની કામગીરીમાંથી અપાવી મુક્તિ

ટંકારા, સરકારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકો છેલ્લા ઘણાં સમયથી પોતાના વિદ્યાર્થીઓના શિક્ષણના ભોગે ડોર ટુ ડોર ફરી મતદાર યાદી સઘન સુધારણા, સ્થાનિક સ્વર રાજયની ચૂંટણી કામગીરી અને હમણાં વસ્તી ગણતરીની કામગીરી પૂર્ણ કરી ત્યાં વળી ટંકારા તાલુકાના શિક્ષકોને ફ્લડ કંટ્રોલની કામગીરીના આદેશો આપેલા હોય શિક્ષકો પાસે વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનો સમય રહેતો ન હોય અને દર વર્ષે ફ્લડ કંટ્રોલ કામગીરી શિક્ષકોને સોંપવામાં આવતી હોય,દર વર્ષનો પેચીદો પ્રશ્ન હોય ફ્લડની કંટ્રોલની ફરજમાંથી મુક્તિ અપાવવા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ટંકારા- પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા અને મોરબી જિલ્લા વિકાસ અધિકારી વિદ્યા સાગરને રજુઆત કરતા બંને મહાનુભાવોના પ્રયત્નો થકી શિક્ષકોને ફ્લડ કંટ્રોલની કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવેલ હોય તમામ શિક્ષકો વતી શૈક્ષિક મહાસંઘની ટીમ દ્વારા દુર્લભજીભાઈ દેથરીયા તેમજ જિલ્લા વિકાસ અધિકારીનો આભાર પ્રકટ કરવામાં આવેલ છે.

Back to top button
error: Content is protected !!