જીવદયા ફાઉન્ડેશન દ્વારા લંચ બોક્સ અને નાસ્તા વિતરણ
પરાગભાઈ સ્વામીના જન્મદિવસ નિમિત્તે ભૂલકાઓ સાથે ઉજવણી

13 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પરાગભાઈ સ્વામીના જન્મદિવસ નિમિત્તે ભૂલકાઓ સાથે ઉજવણી. જીવદયા ફાઉન્ડેશન દ્વારા લંચ બોક્સ અને નાસ્તા વિતરણ. હાઉસિંગ બોર્ડ પાસે આંગણવાડી, પાલનપુર જીવદયા ફાઉન્ડેશન દ્વારા પરાગભાઈ સ્વામીના જન્મદિવસ નિમિત્તે પાલનપુરમાં હાઉસિંગ બોર્ડ પાસે આવેલ આંગણવાડીમાં સેવા કાર્યનું આયોજન કરવામાં આવ્યું.
આંગણવાડીના નાના ભૂલકાઓને લંચ બોક્સ અને નાસ્તો આપવામાં આવ્યો. સૌથી સુંદર ક્ષણ
ભેટ મળતાં *બાળકોના ચહેરા પર અઢળક સ્માઈલ અને અનહદ આનંદ જોવા મળ્યો. નાના ભૂલકાઓ ખુશ થઈ ગયા અને દિલથી આશીર્વાદ આપ્યા.
સેવામાં સહભાગી જીવદયા ફાઉન્ડેશનના જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી, પરાગભાઈ સ્વામી, દિનેશભાઈ શર્મા સાહેબ, ઘનશ્યામભાઈ ખત્રી, પિન્કીબેન પ્રજાપતિ અને આંગણવાડીની બહેન કવિતાબેન અને સમગ્ર સ્ટાફગણ પણ ઉપસ્થિત રહ્યા.આંગણવાડી પરિવાર વતી ઠાકોરદાસ ખત્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
જન્મદિવસની સાચી ઉજવણી એટલે બાળકોના ચહેરા પર સ્મિત લાવવું.







