GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં ફૂડ વિભાગની લાલ આંખ: 40 જેટલી પેઢીઓમાં આકસ્મિક ચેકિંગ, વાસી ખોરાક અને પ્રતિબંધિત કલરનો નાશ

 

MORBI:મોરબીમાં ફૂડ વિભાગની લાલ આંખ: 40 જેટલી પેઢીઓમાં આકસ્મિક ચેકિંગ, વાસી ખોરાક અને પ્રતિબંધિત કલરનો નાશ

 

મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરીજનોના આરોગ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. ફૂડ શાખાની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ખાણી-પીણી તેમજ ફરસાણની અંદાજે 40 જેટલી પેઢીઓમાં આકસ્મિક નિરીક્ષણ (ચેકિંગ) હાથ ધરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન ગંભીર બેદરકારી દાખવનાર વેપારીઓને કડક નોટિસ ફટકારી નિયમોનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

ફૂડ વિભાગની ટીમ દ્વારા શહેરના મુખ્ય માર્ગો અને ખાણી-પીણીના હબ ગણાતા વિસ્તારોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા, જેમાં મુખ્યત્વે:નવલખી રોડ ,મહેન્દ્રનગર રોડ અવની ચોકડી સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે.તપાસ દરમિયાન અનેક જાણીતી પેઢીઓમાં ગંભીર અનિયમિતતાઓ અને અસ્વચ્છતા જોવા મળી હતી, જેમના નામ અને વિગતો નીચે મુજબ છે:પશુપતિનાથ ચાઇનીઝ (નવલખી રોડ)વાસી નૂડલ્સ, હાનિકારક ફૂડ કલર તેમજ અત્યંત અસ્વચ્છતા જોવા મળી. ફૂડ લાઇસન્સ ન હોવાને કારણે ‘ગ્રીન નોટિસ’ ફટકારાઈ.

(રવાપર ચોકડી)વાસી ચટણી, ગ્રેવી, વાસી નૂડલ્સ અને પ્રતિબંધિત ફૂડ કલરનો જથ્થો મળી આવતા સ્થળ પર જ નાશ કરાયો.સાઇઝ ઝીરો કેફે (Size Zero Café)એક્સપાયરી ડેટ વગરના પાઉં અને પિઝા બેઝનો મોટો જથ્થો મળી આવતા આરોગ્યના જોખમે તેનો તાત્કાલિક નાશ કરાયો.ચેતના સ્વીટ્સ એન્ડ નમકીનએક્સપાયરી ડેટ વગરના નમકીનના ફૂડ પેકેટો મળી આવતા ફૂડ વિભાગની ટીમે તેનો નાશ કર્યો.”જે પણ પેઢીઓમાં ફૂડ લાઇસન્સ વગર ગેરકાયદેસર કામગીરી થતી હતી અને જ્યાં અસ્વચ્છતા જોવા મળી છે, તે તમામ પેઢીઓને નોટિસ પાઠવવામાં આવી છે. વેપારીઓને કડક તાકીદ કરવામાં આવી છે કે ભવિષ્યમાં જો આવી બેદરકારી રિપીટ થશે તો દુકાન સીલ કરવા સહિતના વધુ કડક પગલાં ભરવામાં આવશે.”— ફૂડ શાખા, મોરબી મહાનગરપાલિકા

Back to top button
error: Content is protected !!