BANASKANTHADEODARGUJARAT

દિયોદરના ધુણસોલ ગામે VSSM સંસ્થા અને ગ્રામજનોના સહયોગથી ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

દિયોદરના ધુણસોલ ગામે VSSM સંસ્થા અને ગ્રામજનોના સહયોગથી ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

ધારાસભ્ય કેશાજી ચૌહાણ અને VSSM ના મિત્તલબેન પટેલ સહિતના આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિ

સમસ્ત ગ્રામજનો અને કાનુડા યુવક મંડળે સાથે મળી ગામને હરિયાળું બનાવવાનો સંકલ્પ કર્યો

પ્રતિનિધિ :- દિયોદર : ફોટો

પર્યાવરણની જાળવણી અને ધરતીને હરિયાળી બનાવવાના ઉમદા હેતુ સાથે વાવ થરાદ જિલ્લા ના દિયોદર તાલુકાના ધુણસોલ ગામે એક ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રખ્યાત સામાજિક સંસ્થા VSSM (વિચરતા સમુદાય સમર્થન મંચ) તેમજ ધુણસોલ ગામના સમસ્ત ગ્રામજનોના અદ્ભુત સાથ અને સહયોગથી આ સમગ્ર કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહભેર સંપન્ન થયો હતો.

દિયોદરના ધારાસભ્ય શ્રી કેશાજી ચૌહાણ, VSSM સંસ્થાના મિત્તલબેન પટેલ અને નારણભાઇ રાવળ તેમજ જિલ્લા પંચાયત સદસ્ય શ્રી અભયસિંહ ચૌહાણ (કોતરવાડા) ઉપસ્થિત રહ્યા હતા અને વૃક્ષોનું વાવેતર કરી ગ્રામજનોનો ઉત્સાહ વધાર્યો હતો.
ધુણસોલ ગામના સરપંચ શ્રી મોંઘીબેન માધાભાઇ પરમાર, રામપુરાના સરપંચ શ્રી ઉમાભાઈ પટેલ, તલાટી કમ મંત્રી શ્રી જીગરભાઇ જોશી, પૂર્વ સરપંચ શ્રી નગાજી ઠાકોર, પ્રભાતભાઈ મંત્રી તેમજ કરશનપુરી ગૌસ્વામી સહિતના સ્થાનિક અગ્રણીઓ હાજર રહ્યા હતા.

આ વૃક્ષારોપણ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગામના દરેક સમાજના વડીલો, મોટી સંખ્યામાં માતાઓ-બહેનો અને સમસ્ત કાનુડા યુવક મંડળના ઉત્સાહી યુવાનોએ ખભેખભા મિલાવીને જહેમત ઉઠાવી હતી. ગ્રામજનોએ માત્ર વૃક્ષો વાવવાનો જ નહીં, પરંતુ તેનું યોગ્ય જતન અને ઉછેર કરવાનો પણ મક્કમ સંકલ્પ કર્યો હતો.

VSSM સંસ્થા અને ધુણસોલ ગ્રામજનોના આ સંયુક્ત પ્રયાસને પંથકમાં વ્યાપક આવકાર મળી રહ્યો છે અને આ સુંદર આયોજન બદલ સૌ આગેવાનોએ ગામના યુવા મંડળ અને વડીલોને બિરદાવ્યા હતા.

અહેવાલ કલ્પેશ બારોટ દિયોદર

Back to top button
error: Content is protected !!