ARAVALLIGUJARATMODASA

અરવલ્લી : શ્રી સાબરકાંઠા શ્રીમાળી સોની કેળવણી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાયો

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : શ્રી સાબરકાંઠા શ્રીમાળી સોની કેળવણી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાયો

*”શ્રી સાબરકાંઠા શ્રીમાળી સોની સમાજના ઇતિહાસમાં પ્રથમ વખત યોજાયેલ ‘સરસ્વતી સન્માન સમારોહ’ ખરેખર પ્રેરણાદાયી સાબિત થયો છે. આવા સન્માન સમારોહોથી સમાજના તેજસ્વી તારલાઓને વધુ ઊંચા લક્ષ્યાંકો હાંસલ કરવા પ્રેરણા મળે છે અને આવનારી પેઢી માટે પણ સફળતાનો માર્ગ વધુ ઉજ્જવળ બને છે.”*

મોડાસા, તા. 12 જુલાઈ, 2026, રવિવાર ના રોજ શ્રી સાબરકાંઠા શ્રીમાળી સોની કેળવણી મંડળ દ્વારા મોડાસા સ્થિત આંબેડકર ભવન ખાતે ‘સરસ્વતી સન્માન સમારોહ’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું

આ પ્રસંગે સાબરકાંઠા શ્રીમાળી સોની સમાજના ગૌરવ સમાન પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ, સરકારી સેવાઓમાં પસંદગી પામેલ યુવાનો તથા અન્ય ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી તથા નોંધપાત્ર સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર યશસ્વી અને તેજસ્વી તારલાઓનું શાલ, સન્માનપત્ર અને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ સન્માનિત પ્રતિભાઓને શુભેચ્છાઓ પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી તેમજ સમાજના યુવાનોને શિક્ષણ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ સિદ્ધિઓ હાંસલ કરવા પ્રેરિત કર્યા હતા.

આ કાર્યક્રમના પ્રેરણાસ્ત્રોત સ્વ.રેવાબેન અને સ્વ.ચીમનલાલ ચુનીલાલ સોની પરિવાર, માલપુર હાલ-અમેરિકા, સહપ્રેરક ચંદ્રકાંતભાઈ મોહનલાલ સોની, મુખ્ય મહેમાન તરીકે સંજયભાઈ જેઠાલાલ સોની, મંડળના અધ્યક્ષ જિતેન્દ્રભાઈ ચંદુલાલ સોની, પ્રમુખ સંગીતાબેન વસંતકુમાર સોની, ઉપપ્રમુખઓ કિરીટકુમાર જયંતિલાલ સોની અને હેમંતકુમાર હર્ષદલાલ સોની તેમજ મંત્રી કૌશિકકુમાર પ્રવિણચંદ્ર સોની, સહમંત્રી નિકુંજભાઈ આર. સોની, ખજાનચી પ્રકાશભાઈ એન. સોની ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત મંડળના તમામ કારોબારી સભ્યો, સમાજના આગેવાનો, વડીલો, યુવાનો તથા બહોળી સંખ્યામાં સમાજજનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમમાં યુવાવર્ગને માર્ગદર્શન માટે ડૉ. હર્ષદભાઈ સોની, કાયઝન હોસ્પિટલ-અમદાવાદ, પ્રતિમાબેન સોની, ગજેરા એજ્યુ. ડિરેક્ટર-સુરત, માર્મિકભાઈ સોની, એ.આઈ. હેડ-બેંગ્લોર દ્વારા ખૂબ અગત્યના જ્ઞાનથી માહિતગાર કર્યા હતા તેમજ સમગ્ર કાર્યક્રમ ગૌરવપૂર્ણ અને પ્રેરણાદાયી વાતાવરણમાં સંપન્ન થયો હતો.

Back to top button
error: Content is protected !!