THARADVAV-THARAD
SOG PI આર. કે. અમીનની લાલ આંખ: પીલુડા ગામે નશાના વેપારનો મોટો ભાંડો ફૂટ્યો

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
વાવ-થરાદ SOG પોલીસે ચોક્કસ બાતમીના આધારે થરાદ તાલુકાના પીલુડા ગામમાં આવેલી “ચામુંડા કરિયાણા એન્ડ પાર્લર” દુકાનમાં દરોડો પાડી 1,149 પ્રતિબંધિત નશાકારક ગોળીઓ જપ્ત કરી છે. પોલીસે રૂ. 4.59 લાખની ગોળીઓ, રૂ. 50 હજારનો મોબાઈલ સહિત કુલ રૂ. 5.09 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ મામલે સવજીભાઈ ગંગારામભાઈ પટેલ (ઉં. 37, રહે. પીલુડા) ની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પાસે દવાઓ રાખવા માટે કોઈ પાસ, પરમિટ કે ખરીદીના બિલ મળી આવ્યા નહોતા.
FSL અને ડ્રગ્સ ઇન્સ્પેક્ટરની હાજરીમાં કાર્યવાહી કરી નમૂનાઓ સીલ કરવામાં આવ્યા છે. સમગ્ર ઓપરેશનની વીડિયોગ્રાફી કરીને ડિજિટલ પુરાવા પણ એકત્ર કરાયા છે.
પોલીસે NDPS એક્ટ અને BNSS-2023 હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે કે આ નશાકારક દવાઓ ક્યાંથી લાવવામાં આવી હતી અને કોને સપ્લાય કરવાની હતી.





