GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારાના નસીતપર ગામની સીમમાંથી જુગાર રમતા ૬ શખ્સો ઝડપાયા

 

TANKARA:ટંકારાના નસીતપર ગામની સીમમાંથી જુગાર રમતા ૬ શખ્સો ઝડપાયા

 

આગામી રથયાત્રાના તહેવારને ધ્યાને રાખીને મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા તેમજ દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ખાસ સૂચના આપવામાં આવી છે. બોર્ડર રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરડીયા, મોરબી જિલ્લા પોલીસ વડા શ્રી મુકેશ પટેલ અને વાંકાનેર વિભાગના ડીવાયએસપી શ્રી સમીર સારડાના માર્ગદર્શન હેઠળ પોલીસ સઘન પેટ્રોલિંગ કરી રહી છે.

આ દરમિયાન ટંકારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.ડી. ઝાલાની આગેવાનીમાં સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, ત્યારે ખાનગી બાતમીદાર તરફથી ચોક્કસ માહિતી મળી હતી કે નસીતપર ગામની સીમમાં કેટલાક ઇસમો જાહેરમાં કુંડાળું વળીને જુગાર રમી રહ્યા છે.

બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડીને જુગાર રમતા કુલ ૬ ઇસમોને ઝડપી પાડ્યા હતા.- ૧. ભરતભાઇ છગનભાઇ કડીવાર (ઉ.વ. ૫૪, રહે. નસીતપર ગામ, તા. ટંકારા) ૨. કાંતીલાલ કરશનભાઇ આદ્રોજા (ઉ.વ. ૫૫, રહે. હાલ મોરબી, મૂળ નસીતપર) ૩. બલવીરભાઈ ધીરજલાલ બરાસરા (ઉ.વ. ૩૭, રહે. હાલ મોરબી, મૂળ નસીતપર) ૪. ભરતભાઇ પ્રભુભાઇ વીરસોડીયા (ઉ.વ. ૫૨, રહે. નસીતપર ગામ, તા. ટંકારા) ૫. હીતેશભાઈ ઓધવજીભાઇ હોથી (ઉ.વ. ૪૦, રહે. હાલ મોરબી, મૂળ પીઠળ, જી. જામનગર) ૬. દિનેશભાઇ કાંતીલાલ વીઠલાપરા (ઉ.વ. ૫૮, રહે. હાલ મોરબી, મૂળ સરવડ, તા. માળિયા)

પોલીસે દરોડા દરમિયાન આરોપીઓ પાસેથી નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કર્યો છે:રોકડા રૂપિયા: ₹૯૧,૭૦૦/-મોબાઈલ ફોન: ૦૬ નંગ (કિંમત ₹૩૦,૦૦૦/-)ગજીપત્તાના પાના: ૫૨ નંગ કુલ મુદ્દામાલ: ₹૧,૨૧,૭૦૦/-ટંકારા પોલીસે તમામ આરોપીઓ વિરૂદ્ધ જુગાર ધારા કલમ-૧૨ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ સફળ કામગીરી ટંકારા પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી. ઝાલા, એએસઆઈ ભાવેશભાઈ વરમોરા, હેડ કોન્સ્ટેબલ જસપાલસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, તેમજ પોલીસ કોન્સ્ટેબલ ભગીરથસિંહ ઝાલા, કૌશિકકુમાર પેઢડીયા અને કૃષ્ણરાજસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!