GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD:હળવદ વાડીની ઓરડીમાં ચાલતા જુગારધામ પર પોલીસની રેઇડ, ૧૦ ખેલીઓ રૂ. ૧.૦૩ લાખની રોકડ સાથે ઝડપાયા

 

HALVAD:હળવદ વાડીની ઓરડીમાં ચાલતા જુગારધામ પર પોલીસની રેઇડ, ૧૦ ખેલીઓ રૂ. ૧.૦૩ લાખની રોકડ સાથે ઝડપાયા

 

 

હળવદ ટાઉન વિસ્તારમાં પ્રોહિબિશન અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ નાબૂદ કરવાની સખત ઝુંબેશ અંતર્ગત હળવદ પોલીસે એક મોટી સફળતા મેળવી છે. બાતમીના આધારે પોલીસે એક વાડીની ઓરડીમાં રેઇડ પાડી જુગાર રમતા ૧૦ શખ્સોને કુલ રૂપિયા ૧,૦૩,૩૦૦/- ની રોકડ રકમ સાથે રંગેહાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સરહદી રેન્જ (ભુજ) ના પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા, મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મુકેશ પટેલ તથા વાંકાનેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી સમીર સારડા દ્વારા વિસ્તારમાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓ પર કડક પગલાં લેવા આદેશો આપવામાં આવ્યા હતા.આ સૂચના અન્વયે હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.ટી.વ્યાસના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે હળવદ ટાઉન વિસ્તારમાં આવેલી જીતેન્દ્રસિંહ હિંમતસિંહ પરમારની વાડીએ ઓચિંતી રેઇડ કરવામાં આવી હતી. વાડીની ઓરડીમાં ગંજીપતા વડે જુગાર રમી રહેલા ૧૦ ઇસમોને પોલીસે કોર્ડન કરી ઝડપી લીધા હતા.

ઝડપાયેલા આરોપીઓ – ૧. જીતેન્દ્રસિંહ હિંમતસિંહ પરમાર (રહે. ધરતી નગર, હળવદ) ૨. લગધીરસિંહ હનુભા ઝાલા (રહે. ભવાનીનગર ઢોરો, હળવદ) ૩. પ્રકાશભાઈ દિનેશભાઈ અદગામા (રહે. ભવાનીનગર ઢોરો, હળવદ) ૪. કાળુભાઈ રત્નાભાઈ કણઝરીયા (રહે. શંકરપરા, હળવદ) ૫. મહેશભાઈ ટીનાભાઇ થરેસા (રહે. પંચમુખી ઢોરો, હળવદ) ૬. અનિલભાઈ જયંતીભાઈ સનુરા (રહે. ભવાનીનગર ઢોરો, હળવદ) ૭. સુરેશભાઈ સિંધાભાઈ ભદ્રેશિયા (રહે. પંચમુખી ઢોરો, હળવદ) ૮. રાજુભાઈ સમરથભાઈ કાંકરેચા (રહે. ભવાનીનગર ઢોરો, હળવદ) ૯. જેસીંગભાઈ કરણાભાઈ ભુંભરીયા (રહે. ભવાનીનગર ઢોરો, હળવદ) ૧૦. ઝાલાભાઇ હિન્દુભાઇ જાદવ (રહે. પંચમુખી ઢોરો, હળવદ) પોલીસે રેઇડ દરમિયાન જુગારના પટમાંથી અને અંગઝડતી લેતા કુલ રોકડા રૂપિયા ૧,૦૩,૩૦૦/- તથા ગંજીપતાના પાના નંગ-૫૨ કબ્જે કર્યા છે. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.આ સફળ કામગીરી હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.ટી.વ્યાસ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસ.એસ.ભટ્ટ તથા હળવદ પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!