GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી વજેપરના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની ૨૧ બોટલ સાથે એક ઝડપાયો, સપ્લાય કરનાર સહિત બેના નામ ખૂલ્યા

 

MORBI:મોરબી વજેપરના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની ૨૧ બોટલ સાથે એક ઝડપાયો, સપ્લાય કરનાર સહિત બેના નામ ખૂલ્યા

 

મોરબી સિટી એ ડિવિઝન પોલીસની ટીમે બાતમીના આધારે વજેપર વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં દરોડો પાડીને વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે, જ્યારે દારૂ સપ્લાય કરનાર અને લાવનાર અન્ય બે શખ્સોના નામ ખૂલતાં પોલીસે ત્રણેય વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, મોરબી સિટી એ ડિવિઝન પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે વજેપર શેરી નંબર-૨૩, ચબુતરા પાસે આવેલા પશ્ચિમ બારના પતરાવાળા મકાનમાં ગેરકાયદેસર દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક તે મકાનમાં રેડ કરી હતી.

ઝડપાયેલ મુદ્દામાલ: વિદેશી દારૂની કુલ ૨૧ બોટલ (કિંમત રૂપિયા ૨,૫૨૦) પકડાયેલ આરોપી: હિતેશભાઈ અમરશીભાઈ રાણેવાડિયા (ઉંમર વર્ષ ૪૬, રહે. મોરબી) ફરાર/તપાસ હેઠળના અન્ય બે આરોપીઓ: ગિરિશભાઈ હિતેશભાઈ રાણેવાડિયા અને અકરમભાઈ મહેબુબભાઈ શાહમદાર (બંને રહે. મોરબી) મકાનમાંથી દારૂના જથ્થા સાથે ઝડપાયેલા આરોપી હિતેશભાઈ રાણેવાડિયાની પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતા આ દારૂનો જથ્થો સપ્લાય કરનાર અને લાવનાર તરીકે ગિરિશ રાણેવાડિયા તથા અકરમ શાહમદારના નામ સામે આવ્યા હતા. પોલીસે પકડાયેલા આરોપી સહિત ત્રણેય શખ્સો વિરૂદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની તપાસ શરૂ કરી છે.

Back to top button
error: Content is protected !!