GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા “નમસ્તે દિવસ”ની ઉજવણી: સફાઈકર્મીઓનું સન્માન, PPE કિટ વિતરણ અને મેડિકલ કેમ્પ યોજાયો

 

MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા “નમસ્તે દિવસ”ની ઉજવણી: સફાઈકર્મીઓનું સન્માન, PPE કિટ વિતરણ અને મેડિકલ કેમ્પ યોજાયો

 

મોરબી મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ (SWM) શાખા દ્વારા તા. ૧૪ જુલાઈના રોજ “નમસ્તે દિવસ” નિમિત્તે એક વિશેષ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. માનનીય ડેપ્યુટી મેયરશ્રી, દંડકશ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી તથા વિવિધ કોર્પોરેટરશ્રીઓના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો.

સ્વચ્છતા ક્ષેત્રે મોરબીને અગ્રેસર રાખવા માટે રાત-દિવસ મહેનત કરતા અધિકારીઓ અને કર્મચારીઓની કામગીરીને બિરદાવવામાં આવી હતી. જેમાં શ્રેષ્ઠ કામગીરી બદલ નીચે મુજબના મહાનુભાવોને પ્રશંસાપત્ર આપી સન્માનિત કરાયા હતા:શ્રેષ્ઠ સેનિટરી ઇન્સ્પેક્ટર: ધારા પટેલ ,શ્રેષ્ઠ સેનિટરી સબ ઇન્સ્પેક્ટર: મીના વાઘેલા ,શ્રેષ્ઠ સફાઈકર્મી: આશાબેન પઠાણ સફાઈકર્મીઓની સુરક્ષા અને સ્વાસ્થ્યને સર્વોપરી ગણીને કાર્યક્રમ દરમિયાન વિશેષ સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી:PPE કિટનું વિતરણ: સફાઈ કામગીરી દરમિયાન પૂરતી સુરક્ષા મળી રહે તે હેતુથી તમામ સફાઈકર્મીઓને પી.પી.ઈ. (PPE) કિટ એનાયત કરવામાં આવી હતી.મેડિકલ હેલ્થ કેમ્પ: સફાઈકર્મીઓ માટે ખાસ નિઃશુલ્ક તબીબી તપાસ કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં નિષ્ણાત તબીબો દ્વારા કર્મચારીઓની તપાસ કરી જરૂરી દવાઓ અને આરોગ્યલક્ષી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં સફાઈકર્મીઓએ ઉત્સાહભેર આ કેમ્પનો લાભ લીધો હતો.આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સફાઈકર્મીઓના અમૂલ્ય યોગદાનને બિરદાવી તેમને પ્રોત્સાહિત કરવાનો તેમજ તેમની સુરક્ષા અને સ્વચ્છ કાર્યપરિસ્થિતિ અંગે જાગૃતિ લાવવાનો હતો. મોરબી મહાનગરપાલિકા દ્વારા આગામી સમયમાં પણ આવા જનકલ્યાણ અને કર્મચારીલક્ષી કાર્યક્રમો સતત ચાલુ રાખવાની કટિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!