GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી જિલ્લા સ્વાગત કાર્યક્રમની તારીખ અને સમયમાં ફેરફાર

MORBI:મોરબી જિલ્લા સ્વાગત કાર્યક્રમની તારીખ અને સમયમાં ફેરફાર: હવે આગામી ૨૨ જુલાઈએ બપોરે ૦૩:૩૦ કલાકે યોજાશે
મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાનારા આગામી જુલાઈ-૨૦૨૬ ના ‘જિલ્લા સ્વાગત કાર્યક્રમ’ની પૂર્વ નિર્ધારિત તારીખ અને સમયમાં અનિવાર્ય વહીવટી કારણોસર ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ આ કાર્યક્રમ તા. ૨૩/૦૭/૨૦૨૬ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે યોજાનાર હતો.
પરંતુ, હવે આ જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા. ૨૨/૦૭/૨૦૨૬ ને બુધવારના રોજ બપોરે ૦૩:૩૦ કલાકે કલેક્ટર કચેરી ખાતે યોજવામાં આવશે. મોરબી જિલ્લાના તમામ અરજદારો અને નાગરિકોને તારીખ અને સમયના આ સુધારાની ખાસ નોંધ લેવા મોરબી નિવાસી અધિક કલેક્ટરશ્રી એસ.જે. ખાચરની યાદીમાં જણાવાયું છે.







