BHARUCHNETRANG

નેત્રંગ તાલુકા પંચાયતની ૩-બિલોઠી બેઠક પર પેટા ચૂંટણીમાં ભાજપ દ્વારા સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં ઉમેદવારી પત્ર ભરાયું…

નેત્રંગ તાલુકા પંચાયતની ૩-બિલોઠી બેઠક પર પેટા ચૂંટણીમાં ભાજપ દ્વારા સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં ઉમેદવારી પત્ર ભરાયું..

 

બ્રિજેશ પટેલ, ભરૂચ

 

ભરૂચની નેત્રંગ તાલુકા પંચાયતની ૩-બિલોઠી બેઠક પર યોજાઇ રહેલી પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે વિજય વિશ્વાસ સાથે ઉમેદવારી પત્ર ભર્યું હતું.

 

ભરૂચની નેત્રંગ તાલુકા પંચાયતની ૩-બિલોઠી બેઠક પર યોજાનારી પેટાચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કાંતિલાલ અભેસિંગભાઈ વસાવાએ પોતાની ઉમેદવારી નોંધાવી છે.

 

નેત્રંગ ચાર રસ્તા ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે નેત્રંગ મામલતદાર કચેરી ખાતે કાંતિલાલ વસાવાએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી.

 

સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય રિતેશભાઇ વસાવા, ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન વિક્રમસિંહ રાજ, ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પ્રકાશભાઈ મોદી, મહામંત્રી પરેશભાઈ પટેલ, નરેન્દ્રસિંહ પરમાર, નેત્રંગ તાલુકા પંચાયત પ્રમુખ મગનભાઇ વસાવા, સંગઠન પ્રમુખ મનસુખભાઈ વસાવા સહિત જિલ્લા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા.

 

ચૂંટણી કાર્યક્રમ મુજબ 28 જુલાઈના રોજ મતદાન યોજાશે, જ્યારે 30 જુલાઈના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.

 

L

Back to top button
error: Content is protected !!