BANASKANTHAGUJARATPALANPUR

શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ‘વન અને વન્યજીવ સંસાધન’ પાઠના ઉપક્રમે ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

15 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

સ્થળ:માતુશ્રી એસ.બી.વી.ચાવડા સરસ્વતી હાઈસ્કૂલ, પાલનપુર. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ‘વન અને વન્યજીવ સંસાધન’ પાઠના ઉપક્રમે ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.ધોરણ-૧૦ના સામાજિક વિજ્ઞાન વિષયના પ્રકરણ ‘વન અને વન્યજીવ સંસાધન’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે અને તેઓ કુદરતી સંસાધનોનું મૂલ્ય સમજે તે હેતુથી સરસ્વતી હાઈસ્કૂલ ઢુંઢીયાવાડી પાલનપુર ખાતે એક ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.​આ કાર્યક્રમની શરૂઆત શાળાના આચાર્યશ્રી અને શિક્ષકગણના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓએ માત્ર પુસ્તકીય જ્ઞાન મેળવવાને બદલે પર્યાવરણ સુરક્ષામાં પોતાનો સક્રિય ફાળો આપવા માટે શાળાના મેદાનમાં વિવિધ પ્રકારના વૃક્ષોના છોડ રોપ્યા હતા.વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક લીમડો,બોરસલી,જાસુદ,શુલ જેવા વિવિધ છોડનું વાવેતર કર્યું હતું અને સાથે જ આ છોડ મોટા થઈને વૃક્ષ બને ત્યાં સુધી તેની સંપૂર્ણ દેખભાળ અને જતન કરવાની સામૂહિક પ્રતિજ્ઞા પણ લીધી હતી.શાળાના આચાર્યશ્રી નરેન્દ્ર સિંહ દેવડા સાહેબે આ પ્રસંગે વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, “પુસ્તકમાં ભણાવવામાં આવતો ‘વન અને વન્યજીવ સંસાધન’નો પાઠ ત્યારે જ સાર્થક ગણાશે જ્યારે આપણે પ્રકૃતિનું રક્ષણ પ્રાયોગિક રીતે કરીશું. આજના સમયમાં ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓ સામે લડવા માટે વૃક્ષારોપણ એ જ એકમાત્ર મજબૂત હથિયાર છે.”
​આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના સામાજિક વિજ્ઞાનના શિક્ષકશ્રી જનકભાઈ ચોરાસિયા તેમજ સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. સમગ્ર પંથકમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા આ પ્રશંસનીય કાર્યને બિરદાવવામાં આવી રહ્યું છે.

Back to top button
error: Content is protected !!