BHARUCHNETRANG

“વિષ્ણુપુરાણ : એક દાર્શનિક અધ્યયન” માં વસાવા નરેશભાઈ ભારજીભાઈએ પીએચ. ડી સંશોધન કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કર્યું.

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

પત્રકાર પ્રતિનિધિ

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સાથે સંકળાયેલ શ્રી જે.બી. ધારૂકાવાળા મહિલા આર્ટસ કોલેજ, સુરતના સંસ્કૃત વિભાગના પ્રતિષ્ઠિત પ્રાધ્યાપક ડૉ.મહેન્દ્ર એચ. ત્રિવેદીના કુશળ માર્ગદર્શન હેઠળ ભરુચ જીલ્લામાં આવેલ નેત્રંગ તાલુકાના કેલ્વીકુવા ગામનાં રહેવાસી સંશોધનાર્થી વસાવા નરેશભાઈ ભારજીભાઈએ “વિષ્ણુપુરાણ : એક દાર્શનિક અધ્યયન” વિષય પર પોતાનું સંશોધન કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. આ સંશોધનકાર્ય અંતર્ગત યોજાયેલ વાઇવા ઓનલાઈન માધ્યમથી આયોજન થયું હતું. જેમાં તુલનાત્મક સાહિત્ય વિભાગના અધ્યક્ષ ડૉ. મુકેશભાઈ વસાવા, તથા તુલનાત્મક સાહિત્ય, સંસ્કૃત, હિન્દીવિષયના પ્રાધ્યાપકો, પી.જી.ના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. તથા માર્ગદર્શક એસોસિયેટ પ્રોફેસર ડૉ. મહેન્દ્ર એચ. ત્રિવેદી સાહેબ તથા ભાવનગરના માનનીય ડૉ. જયવંતસિંહ બી. ગોહિલ સંસ્કૃત વિભાગ અધ્યક્ષ (શામળદાસ આર્ટ્સ કોલેજ ભાવનગર) સાહેબ શ્રી દ્વારા ઓનલાઈન વાઈવા લેવામાં આવ્યો હતો. આ સિદ્ધિ માત્ર સંશોધનાર્થી માટે જ નહીં, પરંતુ ભાવિ સંશોધકો, માર્ગદર્શક અને સંસ્થાના ગૌરવમાં વધારો કરનાર છે. આ પ્રસંગે ડૉ. મહેન્દ્ર એચ.ત્રિવેદીએ તથા ડૉ.વસાવા નરેશભાઈ ભારજીભાઈને હાર્દિક અભિનંદન પાઠવતાં, તેમના ઉજજ્વળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરીએ છીએ.

Back to top button
error: Content is protected !!