NANDODNARMADA

રાજપીપલામાં આજે યોજાશે ૩૪મી રથયાત્રા, નર્મદા જિલ્લા પોલીસનું ફ્લેગમાર્ચ, સુરક્ષા વ્યવસ્થાનું કરાયું નિરીક્ષણ

રાજપીપલામાં આજે યોજાશે ૩૪મી રથયાત્રા, નર્મદા જિલ્લા પોલીસનું ફ્લેગમાર્ચ, સુરક્ષા વ્યવસ્થાનું કરાયું નિરીક્ષણ

 

રાજપીપલા: જુનેદ ખત્રી

આજે ૧૬ જુલાઈએ રાજપીપલા શહેરમાં ભગવાન જગન્નાથજીની ૩૪મી રથયાત્રા શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સુચારુ રીતે સંપન્ન થાય તે હેતુથી નર્મદા જિલ્લા પોલીસ દ્વારા શહેરમાં ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલ તેમજ નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન અને ઉપસ્થિતિમાં પોલીસના અધિકારીઓ અને જવાનોના કાફલાએ રથયાત્રાના સમગ્ર રૂટ પર ફ્લેગમાર્ચ યોજી સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. યાત્રા જે માર્ગોથી પસાર થવાની છે તેમજ જ્યાં રથયાત્રાનું સમાપન થવાનું છે તે સ્થળોની પણ વિગતવાર મુલાકાત લઈ જરૂરી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી.

 

આ દરમિયાન પોલીસ દ્વારા માર્ગ વ્યવસ્થા, ટ્રાફિક નિયંત્રણ, ભીડ વ્યવસ્થાપન તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. રથયાત્રા રાધાકૃષ્ણ મંદિરથી શરૂ થઈ લાલ ટાવર દરબાર રોડ કચ્છિયાવાડ થઈ પરત આવે છે જે ઉપરાંત પોલીસ દ્વારા ધાભાપોઈંટ ડ્રોન સર્વેલન્સ સહિત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે રાજપીપળામાં શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા યોજાય અને ભક્તો હર્ષોલ્લાસથી તેમાં જોડાય તે દિશામાં પોલીસે સઘન તૈયારીઓ આરંભી છે

Back to top button
error: Content is protected !!