GUJARATTHARADVAV-THARAD

થરાદમાં સિગોતર મેડિકલ પર SOGનો સપાટો! નશીલી અને ગર્ભનિરોધક ગોળીઓની બાતમીને પગલે દરોડો, તપાસનો ધમધમાટ

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

 

વાવ-થરાદ જિલ્લાના થરાદ શહેરના વિજય બિઝનેસ કોમ્પ્લેક્સમાં આવેલી સિગોતર મેડિકલ સ્ટોર્સ ખાતે વાવ-થરાદ જિલ્લા SOG ટીમે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. મળતી માહિતી મુજબ મેડિકલ સ્ટોરમાં નશીલી તેમજ ગર્ભનિરોધક ગોળીઓના વેચાણ અંગે બાતમી મળતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

SOGની ટીમે સ્થળ પર પહોંચી મેડિકલ સ્ટોરમાં ઉપલબ્ધ દવાઓ અને જરૂરી દસ્તાવેજોની ચકાસણી શરૂ કરી હતી. સમગ્ર કાર્યવાહી દરમિયાન શંકાસ્પદ દવાઓ તેમજ સંબંધિત મુદ્દાઓ અંગે તપાસ કરવામાં આવી રહી છે.

આ કેસમાં કઈ દવાઓ મળી આવી, કોઈ જથ્થો જપ્ત થયો કે નહીં અને કોઈ ગુનો નોંધાયો છે કે નહીં તે અંગે પોલીસ તરફથી સત્તાવાર માહિતીની રાહ જોવામાં આવી રહી છે. હાલ SOG દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!