ARAVALLIBHILODAGUJARATMODASA

ભિલોડા – પ્રેમ સબંધની શંકામાં યુવકની હત્યા, માથાના ભાગે પથ્થરો વડે ઇજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતાર્યો, આરોપી ઝડપાયો 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

ભિલોડા – પ્રેમ સબંધની શંકામાં યુવકની હત્યા, માથાના ભાગે પથ્થરો વડે ઇજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતાર્યો, આરોપી ઝડપાયો

:-અરવલ્લી જિલ્લાના ભિલોડામાં પ્રેમ સંબંધની શંકાએ એક વ્યક્તિ નો લીધો જીવ જ્યાં મહેરૂ ગામમાં પથ્થર મારી યુવકની હત્યા થઈ મૃતક ભાઈની ફરિયાદના આધારે પોલીસ તપાસ શરૂ કરી

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના મહેરૂ ગામમાં પ્રેમ સંબંધની શંકાને લઈને એક વ્યક્તિની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હોવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચાવી છે જ્યાં બુઢેલી ગામના રહેવાસી અશોકભાઈ બાલુભાઈ તરાર (ઉ.વ. આશરે 42) 13 જુલાઈના રોજ કલર કામની ઉઘરાણી તથા મજૂરી કામે જવાનું કહી ઘરેથી નીકળ્યા હતા. જોકે તેઓ ઘરે પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી.14 જુલાઈના રોજ પરિવારને ફોન દ્વારા જાણ થઈ કે મહેરૂ ગામની પ્રાથમિક શાળા નજીક અશોકભાઈ મૃત હાલતમાં પડ્યા છે. પરિવારજનો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા ત્યારે મૃતકના માથા, ડાબી આંખ અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ જોવા મળી હતી. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભિલોડા કોટેજ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.મૃતકના ભાઈ નીલેશભાઈ બાલુભાઈ તરારે ભિલોડા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપ મૂક્યો છે કે મહેરૂ ગામના નલીન ઉર્ફે નીલમ ચુનીલાલ ભગોરાએ પોતાની બહેન સાથે અશોકભાઈના પ્રેમ સંબંધ હોવાની શંકા રાખી તેમની સાથે ઝઘડો કર્યો હતો. ઝઘડા દરમિયાન આરોપીએ પથ્થર વડે માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડતાં અશોકભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.ફરિયાદના આધારે ભિલોડા પોલીસે હત્યાનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં આરોપીન ઝડપી પાડી અટકાયત કરવામાં આવી છે પોલીસ ધ્વારા હાલ સમગ્ર ઘટનાની દિશામાં સઘન તપાસ શરૂ કરી છે.

 

 

Back to top button
error: Content is protected !!