GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના જેતપરમાં અષાઢી બીજના પાવન પર્વે યોજાશે ભવ્ય રાસ-ગરબાની રમઝટ: નીતિન ગઢવી અને કોમલ ચાવડા ખેલૈયાઓને ઝૂમાવશે

 

MORBI:મોરબીના જેતપરમાં અષાઢી બીજના પાવન પર્વે યોજાશે ભવ્ય રાસ-ગરબાની રમઝટ: નીતિન ગઢવી અને કોમલ ચાવડા ખેલૈયાઓને ઝૂમાવશે

 

 

અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે જેતપર મુકામે એક ભવ્ય સાંસ્કૃતિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી ૧૬ જુલાઈ, ગુરુવારના રોજ રાત્રે ૯:૦૦ વાગ્યાથી ‘ગુજરાત ઉપવાસ છાવણી’, જેતપર ખાતે એક ભવ્ય રાસ-ગરબા કાર્યક્રમ ધૂમ મચાવશે.

આ ઉત્સવને વધુ રંગીન બનાવવા માટે ગુજરાતના સુપ્રસિદ્ધ લોકગાયકો સુર રેલાવશે. જેમાં લોકપ્રિય ગાયક નીતિન ગઢવી, કોમલ ચાવડા અને રવી ગજ્જર પોતાના સુરીલા અવાજ અને અંદાજથી ખેલૈયાઓને ગરબે ઘૂમવા મજબૂર કરશે.

અષાઢી બીજના આ ભવ્ય આયોજનને લઈને જેતપર શહેર સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેલૈયાઓ આ સુરીલી રાતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.આ ભવ્ય રાસ-ગરબાના આયોજક ‘ZB ઇવેન્ટ મેનેજમેન્ટ’ દ્વારા જેતપર અને આસપાસના વિસ્તારના તમામ ભાઈઓ તથા બહેનોને આ પાવન પર્વની ઉજવણીમાં સહભાગી થવા અને ગરબાની રંગત માણવા માટે હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!