ગરબાડા-ધાનપુર રોડ પર ટેમ્પો પલટી જતાં ગમખ્વાર અકસ્માત: ૧૦થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત ઝાયડસ હોસ્પિટલમાં સારવાર હેઠળ

તા. ૧૬૦૭૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dhanpur:ગરબાડા-ધાનપુર રોડ પર ટેમ્પો પલટી જતાં ગમખ્વાર અકસ્માત: ૧૦થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત ઝાયડસ હોસ્પિટલમાં સારવાર હેઠળ
ગરબાડાથી ધાનપુર તરફ જઈ રહેલા એક ટેમ્પોને રાછવા ઘાટી પાસે અકસ્માત નડ્યો હોવાની ઘટના રાછવા ઘાટીના વળાંક પર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા મુસાફરોથી ભરેલો ટેમ્પો અચાનક રોડ પર પલટી મારી જતા અકસ્માતના પગલે ઘટનાસ્થળે ચીસાચીસ મચી ગઈ હતી. ટેમ્પો પલટી જતાં તેમાં સવાર ૧૦થી વધુ લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.અકસ્માત થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. લોકોએ ટેમ્પોમાં ફસાયેલા ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા અને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જે પૈકી ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને વધુ સારવાર માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.ઘટનાની જાણ થતાં જ ઝાયડસ હોસ્પિટલના તબીબોની ટીમે પણ સક્રિય થઈને ઈજાગ્રસ્તોને તાત્કાલિક કટોકટીના ધોરણે સારવાર આપવાનું શરૂ કરી દીધું હતું.બીજી તરફ,અકસ્માત અંગેની માહિતી મળતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે





