GUJARATJUNAGADHKESHOD

ઔધોગિક તાલીમ સંસ્થા કેશોદ ખાતે પ્રવેશસત્ર ૨૦૨૬ અંતર્ગત પ્રવેશ મેળવી શકાશે

આગામી તા.૧૯/૦૭/૨૦૨૬ થી તા. ૨૨/૦૭/૨૦૨૬ સુધી પ્રવેશ પ્રક્રિયા ચાલશે

રાજ્ય સરકારશ્રીના રોજગાર અને તાલીમ વિભાગ, ગાંધીનગરના નિયમન અંતર્ગત જૂનાગઢ જિલ્લાની સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા કેશોદ ખાતે પ્રવેશસત્ર ૨૦૨૬ અંતર્ગત બીજા રાઉન્ડમાં પ્રવેશની પ્રક્રિયા આગામી તા.૧૯/૦૭/૨૦૨૬ થી તા.૨૨/૦૭/૨૦૨૬ સુધી કાર્યરત રહેશે. તેથી તેમાં પ્રવેશ ઇચ્છુક ઉમેદવારોએ itiadmission.gujarat.gov.in આ વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યારબાદ તેમાં ચોઈસ ફિલિંગ કરીને પ્રવેશ મેળવી શકશે. આ સંસ્થાનો સંપર્ક નંબર ૦૨૮૭૧- ૨૩૩૨૪૧ છે. આ અંગે વધુ માહિતી મેળવવા માટે ઉપરોક્ત જણાવેલ કેશોદ સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાનો રૂબરૂ સંપર્ક કરવા સારું જણાવવામાં આવે છે. તેમ ઇન્ચાર્જ આચાર્યશ્રી, ઔદ્યોગિક તાલીમ સંસ્થા કેશોદ દ્વારા મળેલી યાદીમાં ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!