GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKO

આગામી તા.૧૮ જુલાઇના માળીયાહાટીના તાલુકાના ગડુ ખાતે ભરતી મેળાનું આયોજન કરવામાં આવશે

આગામી તા.૧૮ જુલાઇના માળીયાહાટીના તાલુકાના ગડુ ખાતે ભરતી મેળાનું આયોજન કરવામાં આવશે

જિલ્લા રોજગાર કચેરી, જૂનાગઢ દ્વારા આગામી તા.૧૮/૦૭/૨૦૨૬ ના રોજ શ્રી સાગર એકેડેમી કેમ્પસ, ગડુ-ચોરવાડ હાઇવે, ૬૬ કેવી સબ-સ્ટેશનની બાજુમાં, મુ.ગડુ, તા.માળીયા હાટીના ખાતે રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે એક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઓસીયસ સર્જીકલ- મોરબી, મયુર વોવિંગ પ્રા.લી. ખાત્રજ કલોલ, બિ.એમ. એન્ટરપ્રાઇઝ- ગાંધીધામ તથા એસ.બી.આઇ. લાઇફ ઇન્શ્યોરન્સ કંપની- કેશોદ બ્રાંચ ખાતેથી નોકરીદાતાઓ હાજર રહેવાના છે. જે અંતર્ગત વિવિધ લાયકાત અને અલગ અલગ જગ્યાઓ માટે ધો. ૫ થી સ્નાતક, ડિપ્લોમા કે આઇ.ટી.આઇ. ની શૈક્ષણિક લાયકાત ધરાવનારા ૧૮ વર્ષ થી ૩૫ વર્ષ સુધીના રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવેલ છે. વધુમાં વધુ યોગ્ય ઉમેદવારો આ ભરતી મેળામાં ભાગ લઇ શકે તેવો અનુરોધ કરવામાં આવ્યો છે. તેમ જિલ્લા રોજગાર અધિકારીશ્રી, જિલ્લા રોજગાર કચેરી, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!