GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:સાંતલપુર પોલીસ સ્ટેશનનો નાસતો ફરતો આરોપી મોરબીથી ઇંગ્લીશ દારૂની ૪૯૩ બોટલ સાથે ઝડપાયો

 

MORBI:સાંતલપુર પોલીસ સ્ટેશનનો નાસતો ફરતો આરોપી મોરબીથી ઇંગ્લીશ દારૂની ૪૯૩ બોટલ સાથે ઝડપાયો

 

 

પાટણ જિલ્લાના સાંતલપુર પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુન્હામાં લાંબા સમયથી નાસતા ફરતા એક આરોપીને મોરબી એલસીબી (LCB) અને પેરોલ ફર્લો સ્ક્વોડે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ઝડપી પાડ્યો છે. પોલીસને આ આરોપી પાસેથી ઇકો કારમાં બનાવેલા ગુપ્ત ચોરખાનામાંથી રૂ. ૧,૨૮,૫૧૩/- ની કિંમતની ૪૯૩ બોટલ ઇંગ્લીશ દારૂ મળી આવ્યો છે. પોલીસે દારૂ અને કાર સહિત કુલ રૂ. ૫,૨૮,૫૧૩/- નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડને સંયુક્તમાં એક ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, એક સફેદ કલરની ઇકો ગાડી (રજી. નં. GJ-09-BJ-4437) માં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરીને બ્રિજરાજસિંહ કૃષ્ણસિંહ ઝાલા નામનો શખ્સ રફાળેશ્વર તરફથી નીકળી જોધપર નદી તરફ આવી રહ્યો છે.

આ બાતમીના આધારે પોલીસે મચ્છુ-૨ ડેમ નજીક નર્મદા કેનાલ પાસે રોડ ઉપર વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી ઇકો કાર ત્યાંથી પસાર થતાં પોલીસે તેને રોકીને તલાશી લીધી હતી. તપાસ દરમિયાન ગાડીના પાછળના ભાગે અને નીચે એમ બે ખાસ ગુપ્ત ચોરખાના બનાવેલા મળી આવ્યા હતા, જેમાંથી પોલીસને ૪૯૩ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો.

પોલીસે આ મામલે કાર ચાલક આરોપી બ્રિજરાજસિંહ કૃષ્ણસિંહ ઝાલા (ઉ.વ. ૩૩) (રહે. હાલ સુવાડાગામ, કટોસણ રોડ, તા. દેત્રોજ, જી. મહેસાણા, મૂળ રહે. મોરબી) ની અટકાયત કરી હતી.આરોપીની કડક પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે, આ દારૂનો જથ્થો પ્રવિણસિંહ ઝાલા (રહે. થરા, તા. કાંકરેજ, જી. બનાસકાંઠા) એ મોકલ્યો હતો અને મોરબી વજેપરના અરવિંદભાઇ દાદુભાઇ બાટી નામના શખ્સે મંગાવ્યો હતો. પોલીસે આ ત્રણેય આરોપીઓ વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પકડાયેલ આરોપી બ્રિજરાજસિંહ ઝાલાની વધુ તપાસ કરતા માલુમ પડ્યું હતું કે, તે પાટણ જિલ્લાના સાંતલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના એક ગુન્હા (સી પાર્ટ ગુ.ર.નં. ૦૧૧૭/૨૦૨૬) માં નાસતો ફરતો ગુનેગાર છે. આથી મોરબી પોલીસે આ અંગે સાંતલપુર પોલીસને પણ જાણ કરવા તજવીજ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!