ARAVALLIGUJARATMODASA

મોડાસા – સાયરા રોડ પર રાત્રિના સમયે અજગર દેખાતા વાહનચાલકોમાં કુતૂહલ 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મોડાસા – સાયરા રોડ પર રાત્રિના સમયે અજગર દેખાતા વાહનચાલકોમાં કુતૂહલ

અરવલ્લી જિલ્લાના મોડાસા-સાયરા રોડ પર રાત્રિના સમયે એક અજગર રસ્તા પર જોવા મળતા થોડા સમય માટે વાહન વ્યવહાર ધીમો પડી ગયો હતો. અચાનક રસ્તા પર અજગર દેખાતા વાહનચાલકોએ પોતાના વાહનો રોકી દીધા હતા અને સાવચેતીપૂર્વક આગળ વધ્યા હતા.અજગરે ધીમે ધીમે રસ્તો ઓળંગ્યા બાદ વાહન વ્યવહાર ફરીથી સામાન્ય બન્યો હતો.
જંગલ વિસ્તારને અડીને આવેલા માર્ગો પર ચોમાસાની ઋતુ દરમિયાન સાપ અને અન્ય વન્યજીવો રસ્તા પર આવી જવાની શક્યતા રહેતી હોય છે. તેથી વાહનચાલકોને ખાસ કરીને રાત્રિના સમયે સાવચેતીપૂર્વક વાહન ચલાવવા અને આવા વન્યજીવોને કોઈ નુકસાન ન પહોંચાડવા અપીલ કરવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!