GUJARATJETPURRAJKOTRAJKOT CITY / TALUKO

Jetpur: જેતપુર પાસેનો સુરવો ડેમ ૯૦ ટકા ભરાયો: પાણીની આવક સતત ચાલુ, નીચાણવાળા વિસ્તારોમાં અવરજવર ન કરવા સૂચના

તા.૨૪/૭/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot, Jetpur: વરસાદથી પાણીની આવક વધતાં જેતપુર તાલુકા પાસે આવેલો સુરવો ડેમ ૯૦ ટકા ભરાઈ ગયો છે. આ ડેમમાં પાણીની આવક સતત ચાલુ છે. ડેમ ગમે ત્યારે ઓવરફ્લો થઈ શકે છે.

આથી ડેમ પૂર્ણ સપાટીએ ભરાય કે ડેમમાં જળસ્તર જાળવી રાખવા માટે નદીમાં પાણી છોડવામાં આવે ત્યારે નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવરજવર ન કરવા સૂચના જારી કરવામાં આવી છે. આ સાથે જેતપુર તાલુકાના થાણા ગાલોળ, ખીરસરા, ખજુરી ગુંદાળા ગામ માટે ચેતવણી સંદેશ જારી કરવામાં આવ્યો છે.

ડેમની પૂર્ણ જળસપાટી ૯૯.૮૫ મીટર છે. ડેમમાં હાલનું જળસ્તર ૯૮.૭૦ મીટર છે. ડેમમાં હાલ કુલ જળજથ્થો ૯.૫૫૫ ઘનમીટર છે. ડેમમાં નીરની આવક ૧૫૪૪ ક્યુસેક છે, અને જાવક ૦ છે, તેમ રાજકોટ ફ્લડ કંટ્રોલ સેલની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!