GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI મોરબીના જીકીયારી ગામનો કોઝવે નદીના પાણીમાં ગરકાવ થતા રસ્તો બંધ: વાહનચાલકોને સાહસ ન કરવા તંત્રનો અનુરોધ

 

MORBI મોરબીના જીકીયારી ગામનો કોઝવે નદીના પાણીમાં ગરકાવ થતા રસ્તો બંધ: વાહનચાલકોને સાહસ ન કરવા તંત્રનો અનુરોધ

 

ઘોડાધ્રોઈ ડેમમાંથી પાણી છોડાતા નદી બે કાંઠે વહી રહી છે લોકોને સચેત રહેવા અને પાણીમાં ન જવા તંત્રનો અનુરોધ

મોરબી જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને પગલે ઘોડાધ્રોઈ ડેમ ૧૦૦% ભરાઈ જતાં ડેમના દરવાજા ખોલીને નદીના પટમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જળાશયમાંથી છોડાયેલા પાણીના પ્રવાહને કારણે જીકીયારી ગામ પાસે આવેલો કોઝવે પાણીમાં ગરકાવ (ઓવરટોપ) થઈ ગયો છે. પરિણામે, સ્થાનિક નાગરિકો અને વાહનચાલકોની સુરક્ષા તથા સલામતીને પ્રાધાન્ય આપતા વહીવટી તંત્ર દ્વારા આ રસ્તો તમામ પ્રકારની અવરજવર માટે સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જીકીયારી તથા આજુબાજુના તમામ ગ્રામજનો અને વાહનચાલકોને સુરક્ષાના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા, કોઝવે પરથી વહેતા પાણીના ભારે પ્રવાહમાં રસ્તો ઓળંગવાનું સાહસ ન કરવા અને તંત્ર દ્વારા આપવામાં આવતી સલામતી સૂચનાઓનું પાલન કરી સંપૂર્ણ સહયોગ આપવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!