GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મચ્છુ-૩ ડેમના ૮ દરવાજા ૩ ફૂટ ખોલાયા: ૨૦,૦૦૮ ક્યુસેક પાણીની જાવક, નીચાણ વાળા ૨૧ ગામોને એલર્ટ

 

MORBI:મોરબી મચ્છુ-૩ ડેમના ૮ દરવાજા ૩ ફૂટ ખોલાયા: ૨૦,૦૦૮ ક્યુસેક પાણીની જાવક, નીચાણ વાળા ૨૧ ગામોને એલર્ટ

 

 

મોરબી તાલુકાના જુના સાદુળકા ગામ પાસે આવેલા મચ્છુ-૩ ડેમમાં નિયમ મુજબનું (રૂલ લેવલ) પાણી ભરાઈ ગયું હોવાથી અને ઉપરવાસમાંથી પાણીની સતત આવક ચાલુ રહેતા તંત્ર દ્વારા નદીમાં વધારાનું પાણી છોડવાનો નિર્ણય લેવાયો છે. સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા દરવાજા વધુ ખોલવા અંગેની ચેતવણી જારી કરવામાં આવી છે.

અધિકારી એચ. વી. કાસુન્દ્રા દ્વારા જારી કરાયેલ માહિતી મુજબ, ૨૫ જુલાઈના રોજ સવારે ૮:૩૦ કલાકની સ્થિતિએ ડેમના ૮ દરવાજા ૩ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. હાલ ડેમમાં ૨૦,૦૦૮ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેની સામે એટલું જ એટલે કે ૨૦,૦૦૮ ક્યુસેક પાણી મચ્છુ નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

સ્થિતિને ધ્યાનમાં રાખીને ડેમના નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત રહેવા તેમજ નદીના પટમાં બિલકુલ અવરજવર ન કરવા માટે તંત્ર દ્વારા કડક સૂચના આપવામાં આવી છે. આ અંગે જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ અધિકારી (ગ્રામ્ય), અધિક્ષક ઈજનેર સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓને પૂર્વ જાણ કરી દેવામાં આવી છે.

એલર્ટ કરાયેલા ગામોની યાદી તંત્ર દ્વારા મોરબી અને માળિયા (મિયાણા) તાલુકાના નીચે મુજબના ગામોને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે:

મોરબી તાલુકાના ગામો:ગોર ખીજડીયા, વનાળીયા, માનસર, નારણકા, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર (નદી), ગુંગણ, જુના નાગડાવાસ, નવા નાગડાવાસ, અમરનગર, બહાદુરગઢ અને સોખડા.

માળિયા (મિયાણા) તાલુકાના ગામો: દેરાળા, મેઘપર, નવાગામ, રાસંગપર, વિરવદરકા, માળિયા (મિયાણા), હરીપર અને ફતેપર.

Back to top button
error: Content is protected !!