GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં ૩૧મી જુલાઈએ મહમદ રફી સાહેબની પુણ્યતિથિ નિમિત્તે “આજ કી શામ સંગીત કે નામ” શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન

 

MORBI:મોરબીમાં ૩૧મી જુલાઈએ મહમદ રફી સાહેબની પુણ્યતિથિ નિમિત્તે “આજ કી શામ સંગીત કે નામ” શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન

 

 

હિમશન આર્ટીસ્ટ ફેડરેશન – મોરબી તથા માનવ અધિકાર ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે, દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબીની સંગીતપ્રેમી જનતા માટે એક વિશિષ્ટ સંગીતમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સૂર સમ્રાટ અને સંગીતના શહેનશાહ સ્વ. મહમદ રફી સાહેબની પુણ્યતિથિ નિમિત્તે “આજ કી શામ સંગીત કે નામ” શીર્ષક હેઠળ એક ખાસ શ્રદ્ધાંજલિ સભર સંગીત સંધ્યા યોજાશે.

કાર્યક્રમની વિગત:તારીખ: ૩૧/૦૭/૨૦૨૬ (શુક્રવાર) સમય: રાત્રે ૮:૩૦ કલાકે સ્થળ: વૈદેહી પાર્ટી પ્લોટ, રવાપર ગામ પછી, ઘુનડા રોડ, મોરબી.આ મધુર સંધ્યામાં ‘સાઝ મ્યુઝીકલ બેન્ડ’ પરેશ નિમ્બાર્કના સંગાથે મોરબી, સૌરાષ્ટ્ર અને કચ્છના સુપ્રસિદ્ધ કલાકારો સંગીતના સૂર રેલાવશે. કલાકારો પોતાના મધુર કંઠે સ્વ. રફી સાહેબ ઉપરાંત સંગીત જગતના અમર નામો જેવાં કે સ્વ. મુકેશજી, સ્વ. કિશોરકુમાર, સ્વ. લતાજી અને સ્વ. આશાજી દ્વારા ગવાયેલાં અવિસ્મરણીય ગીતોની સૂરાવલીઓ રજૂ કરીને શ્રોતાઓને ભૂતકાળની સુવર્ણ યાદોમાં લીન કરશે.કહેવાય છે કે કલાકાર ક્યારેય મૃત્યુ પામતો નથી, તે પોતાના શબ્દો અને સ્વર દ્વારા હંમેશાં અમર અને જીવંત રહે છે. આ ભાવના સાથે જ આ મનોહર શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરાયું છે.આ સંગીતમય કાર્યક્રમમાં હાજરી આપવા હિમશન આર્ટીસ્ટ ફેડરેશન – મોરબીના સ્થાપક શ્રી લાલજીભાઈ મહેતા, પ્રમુખ રામભાઈ મહેતા તથા માનવ અધિકાર ફાઉન્ડેશનના પ્રમુખ હિતેશભાઈ મહેતા દ્વારા મોરબીના તમામ સંગીતપ્રેમીઓને ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!