GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મચ્છુ-૩ ડેમના ૮ દરવાજા ૩ ફૂટ ખોલાયા; ૨૧ ગામોને એલર્ટ, નદીના પટમાં ન જવા અપીલ

 

MORBI:મોરબી મચ્છુ-૩ ડેમના ૮ દરવાજા ૩ ફૂટ ખોલાયા; ૨૧ ગામોને એલર્ટ, નદીના પટમાં ન જવા અપીલ

 

મોરબી તાલુકાના જૂના સાદુળકા ગામ નજીક આવેલ મચ્છુ-૩ સિંચાઇ યોજના (ડેમ) માં પાણીની ભારે આવક થતાં ડેમનું રુલ લેવલ જાળવવા માટે તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. ઉપરવાસમાંથી પાણીની સતત આવકના કારણે ડેમના ૮ દરવાજા ૩.૦૦ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે અને ૨૦૦૮૮ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

સિંચાઈ વિભાગ દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં આવતા મોરબી અને માળિયા(મી) તાલુકાના કુલ ૨૧ ગામોને ચેતવણી (એલર્ટ) આપવામાં આવી છે.

એલર્ટ આપવામાં આવેલા ગામોની યાદી૧. મોરબી તાલુકાના ૧૩ ગામો:ગોર ખીજડીયા ,વનાળીયા ,માનસર ,નારણકા ,નવા સાદુળકા ,જૂના સાદુળકા ,રવાપર (નદી) ,ગુંગણ ,જૂના નાગડાવાસ ,નવા નાગડાવાસ ,અમરનગર ,બહાદુરગઢ ,સોબડા

૨. માળિયા (મી) તાલુકાના ૮ ગામો:દેરાળા ,મેઘપર ,નવાગામ ,રાસંગપર ,વિરવદરકા ,માળિયા(મી),હરીપર ,ફતેપર

ડેમની વર્તમાન સ્થિતિ (આંકડાકીય માહિતી) વિગતનોંધાયેલ માહિતી – દરવાજાની સ્થિતિ૮ દરવાજા (૩.૦૦ ફૂટ ખોલાયા) પાણીની આવક (Inflow)૨૦૦૮૮ ક્યુસેક પાણીની જાવક (Outflow)૨૦૦૮૮ ક્યુસેક નીચાણવાસમાં આવતા તમામ ગામોના લોકોને તકેદારીના પગલાં લેવા તેમજ મચ્છુ નદીના પટમાં કે આસપાસના વિસ્તારોમાં અવરજવર ન કરવા ખાસ અપીલ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!