MORBI:મોરબીના મચ્છુ-૨ ડેમ સંપૂર્ણ ભરાઈ જતા નવા નીરના વધામણાં કરતા મહાનુભાવો

MORBI:મોરબીના મચ્છુ-૨ ડેમ સંપૂર્ણ ભરાઈ જતા નવા નીરના વધામણાં કરતા મહાનુભાવો
મેયરશ્રી ઉત્તમ સુરાણી અને ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાના હસ્તે મચ્છુ-૨ ખાતે પૂજન-અર્ચન સંપન્ન; જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરે અને મ્યુનિસિપલ કમિશનર શ્રીમતી સંગીતા રૈયાણીની પ્રેરક ઉપસ્થિતિ
મોરબી જિલ્લામાં સાર્વત્રિક વરસાદના પરિણામે જિલ્લાના જીવાદોરી સમાન મચ્છુ-૨ જળાશયમાં નવા નીરની આવક થતાં ડેમ સંપૂર્ણપણે (૧૦૦%) ભરાઈ ગયો છે. મોરબી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારો માટે પીવાના પાણી અને સિંચાઈની સમસ્યા હળવી બનશે જેથી ડેમને વધાવવા માટે મચ્છુ-૨ ડેમ ખાતે મહાનુભાવોની ઉપસ્થિતિ શાસ્ત્રોક્ત વિધિથી જળપૂજન અને નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા.
આ અવસરે મોરબી મહાનગરપાલિકાના મેયરશ્રી ઉત્તમ સુરાણી તથા મોરબીના ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયા જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરે અને મહાનગરપાલિકાના કમિશનરશ્રી સંગીતા રૈયાણીએએ ઉપસ્થિત રહી શ્રીફળ વધેરી અને પુષ્પવૃષ્ટિ કરી નવા જળરાશિનું ભાવપૂર્વક પૂજન-અર્ચન કર્યું હતું.
આ તકે મોરબી પ્રાંત અધિકારીશ્રી પ્રવિણસિંહ જેતાવત, સિંચાઇ વિભાગ (સ્ટેટ) કાર્યપાલક ઇજનેરશ્રી હરદીપ છૈયા, ,સ્થાનિક પદાધિકારીશ્રીઓ, વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ અને સિંચાઈ વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.










