MAHISAGARSANTRAMPUR

મહીસાગર જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગર દ્વારા લુણાવાડા જનરલ હોસ્પિટલની સરપ્રાઈઝ વિઝીટ લીધી..

મહીસાગર જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગર દ્વારા લુણાવાડા જનરલ હોસ્પિટલની સરપ્રાઈઝ વિઝીટ લીધી….

રિપોર્ટર.. અમીન કોઠારી મહીસાગર

મહીસાગર જિલ્લાના નાગરિકોને આરોગ્યલક્ષી સુવિધાઓ સત્વરે અને સુચારુ રૂપે મળી રહે તેમજ કોઈપણ આપત્તિના સમયે વહીવટી તંત્ર ખડેપગે રહે તે સુનિશ્ચિત કરવા મહીસાગર જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગર દ્વારા સતત સઘન કામગીરી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે કલેક્ટરે રાત્રિ દરમિયાન લુણાવાડા જનરલ હોસ્પિટલની આકસ્મિક (સરપ્રાઈઝ) મુલાકાત લીધી હતી.

 

રાત્રિના સમયે અચાનક જનરલ હોસ્પિટલ પહોંચેલા કલેક્ટરે હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ અને દર્દીઓની સારવારની કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન તેમણે ખાસ કરીને ઇમરજન્સી સારવાર વિભાગ પર ભાર મૂક્યો હતો. આકસ્મિક જરૂરિયાતના સમયે અને રાત્રિના કલાકોમાં આવતા દર્દીઓ તથા તેમના પરિવારજનોને સહેજ પણ હાલાકી ન પડે અને તાત્કાલિક ધોરણે સરળતાથી સારવાર મળી રહે તે માટે તેમણે હોસ્પિટલના સંબંધિત અધિકારીઓ અને સ્ટાફને ખાસ તાકીદ કરી હતી.

આ સરપ્રાઈઝ વિઝીટ દરમિયાન જિલ્લા કલેક્ટરની સાથે નિવાસી અધિક કલેક્ટર સી. વી. લટા અને લુણાવાડા પ્રાંત અધિકારી ઉમેશ શાહ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

લુણાવાડા જનરલ હોસ્પિટલની મુલાકાત બાદ સતત બીજા દિવસે જિલ્લા કલેક્ટર અર્પિત સાગરે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર (Disaster Management Centre) ની પણ મુલાકાત લીધી હતી. ચોમાસાની ઋતુ કે અન્ય કોઈપણ સંભવિત આપત્તિઓને પહોંચી વળવા માટે વહીવટી તંત્રની તૈયારીઓની તેમણે સમીક્ષા કરી હતી.

આ મુલાકાત દરમિયાન તેમણે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે થઈ રહેલા ૨૪ કલાકના રાઉન્ડ-ધ-ક્લોક મોનિટરિંગની કામગીરી, આપત્તિ સમયે ઉપયોગમાં લેવાતી રેસ્ક્યુ અને રાહતલક્ષી સાધન-સામગ્રીની સજ્જતા અને ચકાસણી અને કંટ્રોલ રૂમના સ્ટાફ સાથે સંવાદ અને માર્ગદર્શન કર્યું હતું

જિલ્લા કલેક્ટરની આ સઘન અને આકસ્મિક મુલાકાતોને પગલે જિલ્લાના આરોગ્ય અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ વધુ એલર્ટ બન્યા છે. મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર નાગરિકોની સુખાકારી, સુરક્ષા અને આરોગ્ય પ્રત્યે સંપૂર્ણપણે સજાગ અને કટિબદ્ધ છે.

Back to top button
error: Content is protected !!