GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના જીકીયારી નજીક ઘોડાધ્રોઈ ડેમની કલેક્ટર સ્વપ્નિલ ખરેએ મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી

 

MORBI:મોરબીના જીકીયારી નજીક ઘોડાધ્રોઈ ડેમની કલેક્ટર સ્વપ્નિલ ખરેએ મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી

 

ચોમાસાની પરિસ્થિતિ વચ્ચે ડેમની હાલની સ્થિતિ અને સુરક્ષા બાબતે કલેક્ટર દ્વારા સ્થળ પરના અધિકારીઓ સાથે સઘન ચર્ચા કરી

જીકીયારી ગામ નજીકના આશ્રયસ્થાનો અને ડિઝાસ્ટર વ્યવસ્થાપન સહિતની બાબતે જરૂરી માર્ગદર્શક સૂચનાઓ અપાઈ

મોરબી જિલ્લામાં ભારે વરસાદની આગાહી અને પ્રવર્તમાન ચોમાસાની સ્થિતિને ધ્યાને લઈ જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરે એ મોરબી તાલુકાના જીકીયારી ગામ નજીક આવેલા ઘોડાધ્રોઈ ડેમની પ્રત્યક્ષ મુલાકાત લઈને જળાશયની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી હતી.

સ્થળ મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટરશ્રીએ સ્થળ પરના સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે ડેમની જળસપાટી, સુરક્ષા વ્યવસ્થા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગે જરૂરી ચર્ચા-વિચારણા કરી હતી. વધુમાં, કટોકટીના સમયે સ્થાનિક નાગરિકોના સલામત સ્થળાંતર માટે જીકીયારી ગામ નજીક આવેલા આશ્રયસ્થાનો (શેલ્ટર હોમ) ની વિગતો મેળવી પૂર્વતૈયારીઓ અંગે તાગ મેળવ્યો હતો અને તમામને સતર્ક રહી સંકલનમાં કામગીરી કરવા તાકીદ કરી હતી.

આ મુલાકાત દરમિયાન મોરબી પ્રાંત અધિકારીશ્રી પ્રવિણસિંહ જેતાવત, ડિઝાસ્ટર મામલતદારશ્રી અલ્પેશ પરમાર, સિંચાઈ વિભાગ (સ્ટેટ)ના કાર્યપાલક ઇજનેરશ્રી હરદીપ છૈયા, પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઈજનેરશ્રી મહેશ દામા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

Back to top button
error: Content is protected !!