
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગા
ડો.પ્રદીપભાઈ ગરાસિયાના માર્ગદર્શન હેઠળ ડો.નિરવ ભુલાભાઇ પટેલની ટીમે અનેક લોકોને મદદ કરી.
સમગ્ર રાજ્યમાં ચાલી રહેલ મેઘતાંડવ હજુંસુધી અટકવાનું નામ નથી લેતું જેના લીધે દક્ષિણ ગુજરાતમાં ઠેર ઠેર તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.પોતાની આંખ સામે કિંમતી વસ્તુઓનું નુકસાન થતા લોકોની આંખોમાંથી આંસુ સુકાતા નથી.આ પરિસ્થિતિમાં સેવાભાવી સંસ્થાઓ સ્વખર્ચે લોકોને શક્ય એટલી મદદરૂપ થઇ રહી છે.સમસ્ત આદિવાસી સમાજના ગુજરાત રાજયના પ્રમુખ ડો.પ્રદીપભાઈ ગરાસિયા અને નિવૃત ખેતીવાડી અધિકારી ધનસુખ પટેલના માર્ગદર્શન અને આર્થિક સહાય હેઠળ ગોલ્ડ મેડલિસ્ટ સર્જન અને યુથલીડર ડો.નિરવ ભુલાભાઇ પટેલ દ્વારા વાંઝણા,બીલીમોરા નગરપાલિકા,અનાવલ તરકાણીના વિસ્તારોમાં લોકોની જરૂરિયાત અને નુકસાન અનુસાર સર્વે કરીને ફૂડ પેકેટ્સ,તાડપત્રી,ઘરવખરીનો સામાન્ય,લગભગ એક મહિનો ચાલે એટલું કરિયાણું આપ્યું હતું.આ પ્રસંગે મીડિયા સાથેની વાતચીતમાં ડો.પ્રદીપભાઈ ગરાસિયા અને ડો.નિરવ ભુલાભાઇ પટેલે જણાવ્યું હતું કે અમારી ટીમ દરવર્ષે વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરતી આવેલ છે જે આજીવન ચાલુ રહેશે.અમારી પ્રાથમિકતા લોકોની જિંદગીમાં શક્ય એટલી ખુશીઓ લાવવાની છે એ માટે સમાજનો સહકાર હમેશા પ્રાપ્ત થતો આવેલ છે અને હજુપણ સહકાર મળતો રહેશે.વિવિધ સ્થળોએ હિતેશભાઇ વાંઝણા,મનીષ ઢોડિયા,મુકેશભાઈ તીઘરા,ભુપેન્દ્રભાઈ તરકાણી,અરુણભાઈ તરકાણી, તિલકભાઈ,મુકેશભાઈ રાનકુવા,પથીક,જયદીપ વકીલ,કાર્તિક,દિવ્યેશ,સવિતાબેન,કલ્પના,જીગ્નેશ પ્રધાન,હિરેન,ભાવિક,ચંદ્રકાન્તભાઇ,સુમનભાઈ વાંઝણા સહીત અનેક આગેવાનો સમસ્ત આદિવાસી સમાજની ટીમના સેવાકાર્યોમાં જોડાયા હતા.



