BANASKANTHADEODARGUJARAT

દિયોદર અતિભારે વરસાદ થી તારાજી સર્જાઈ પાકોમાં નુકસાન. ખેતરો બેટમાં ફેરવાયા

દિયોદર અતિભારે વરસાદ થી તારાજી સર્જાઈ પાકોમાં નુકસાન. ખેતરો બેટમાં ફેરવાયા..

પ્રતિનિધિ દિયોદર અહેવાલ કલ્પેશ બારોટ

 

મગફળી પાકમાં પાણી ફરી વળતા નુકશાન ની ભીતિ ખેડૂતોમાં નિરાશા

ગ્રામીણ વિસ્તારમાં ખેતરો પાણી પાણી

દિયોદરમાં છેલ્લા 24 કલાકમાં પડેલા અતિભારે વરસાદ થી હવે તારાજી સર્જાઈ છે જેમાં વરસાદી પાણી ખેતરોમાં ફરી વળતા મોટાભાગના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે મગફળી સહિત ચોમાસા પાકમાં નુકશાન થવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી છે

દિયોદર સહિત આજુ બાજુ વિસ્તારમાં બે દિવસમાં 14 ઇંચ જેટલો વરસાદ ખાબગતાં ચોરે તરફ પાણી પાણી થઈ ગયા છે જેમાં દિયોદર તાલુકાના લુદરા, મેસરા,ગોદા, ઓગડપુરા,કોટડા સહિત અનેક ગામોમાં અતિભારે વરસાદ થી પાણી ખેતરોમાં ફરી વળતા મોટાભાગના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા ખેડૂતોએ મગફળી સહિત અનેક પાકોનું વાવેતર કર્યું હતું પરતુ ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે ખેતીના પાકમાં નુકશાન આવવાની શક્યતા દર્શાવી હતી આ બાબતે ગામના જાગૃત ખેડૂત અને ગુજરાત ખેત વિકાસ સંઘના સેકેટરી પાબુજી ઠાકોરે જણાવ્યું હતું કે બે દિવસમાં મુશળધાર વરસાદ પડ્યો છે જેમાં ખેતરોમાં પાણી ફરી વળ્યા છે મગફળી સહિત અન્ય પાકો માં પાણી ફરી વળતા ખેડૂતોને નુકશાન થવાની ભીતિ છે

•લુદરા ,મેસરા ગામો માં ખેતરોમાં પાણી ફરી વળ્યા

અતિભારે વરસાદથી દિયોદર તાલુકાના લુદરા ,મેસરા જેવા ગામોમાં ખેતરો માં વરસાદી પાણી ભરાઈ ગયા છે પાણી ના કારણે ખેતરો બેટમાં ફેરવાયા હતા ખેડૂતોએ પાણી ના નિકાલ માટે જાતે મહેનત કરવા મજબૂર બન્યા હતા જો કે પાણી નો પ્રવાહ વધતા મોટાભાગના ખેતરો જળબંબાકાર સ્થિતિ માં જોવા મળ્યા હતા સ્થાનિક ખેડૂતોએ જણાવેલ કે આ પાણી થી ખેતરો ભરાઈ ગયા છે અને મગફળી પલળી ગઈ છે

•એક બીજા ગામોને જોડતા માર્ગો તૂટ્યા તંત્ર કામે લાગ્યું

દિયોદર સહિત આજુ બાજુ વિસ્તારમાં ભારે વરસાદ ના કારણે એક બીજા ગામોને જોડતા માર્ગો પર વરસાદી પાણી ભરાઈ જવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા જેમાં લુદરા થી ઓગડપુરા ને જોડતો મુખ્ય માર્ગ પાણી ના પ્રવાહ થી તૂટી ગયો હતો જ્યાં તંત્ર દ્વારા તત્કાલિત ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી જ્યાં બીજી તરફ રેલ્વે ગરનાળામાં પાણી ભરાઈ જવાના કારણે લોકો ને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી

Back to top button
error: Content is protected !!