GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી નાગરતન પ્લાઝાની લિફ્ટમાં મોડી રાત્રે ૬ લોકો ફસાયા; ફાયર બ્રિગેડે તાત્કાલિક રેસ્ક્યૂ કરી તમામનો આબાદ બચાવ કર્યો

 

MORBI:મોરબી નાગરતન પ્લાઝાની લિફ્ટમાં મોડી રાત્રે ૬ લોકો ફસાયા; ફાયર બ્રિગેડે તાત્કાલિક રેસ્ક્યૂ કરી તમામનો આબાદ બચાવ કર્યો

 

 

મોરબી શહેરના મહેન્દ્રનગર વિસ્તારમાં આવેલ ‘નાગરતન પ્લાઝા’ ખાતે મોડી રાત્રે એક અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઈમારતની લિફ્ટ અચાનક ખોટકાઈ જતાં તેમાં ૬ જેટલા યુવકો ફસાઈ ગયા હતા. જોકે, મોરબી ફાયર વિભાગની ટીમે ત્વરિત અને પ્રશંસનીય કામગીરી કરી તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

મળતી માહિતી મુજબ, ગઈકાલે મોડી રાત્રે આશરે ૧૨:૧૨ વાગ્યાના સુમારે નાગરતન પ્લાઝાની લિફ્ટમાં લોકો ફસાયા હોવાનો ઇમરજન્સી કોલ મોરબી ફાયર કંટ્રોલ રૂમને મળ્યો હતો. બનાવની ગંભીરતા જોઈને ફાયર વિભાગની રેસ્ક્યૂ ટીમ વિના વિલંબે ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

ઘટનાસ્થળે પહોંચેલી ફાયર ટીમે પરિસ્થિતિ પર કાબૂ મેળવતા ‘હોલમેટ્રો સ્પ્રેડર’ (Holmatro Spreader) જેવા આધુનિક સાધનોનો ઉપયોગ કરીને લિફ્ટના દરવાજાને સફળતાપૂર્વક ખોલ્યા હતા. લિફ્ટમાં ફસાયેલા તમામ ૬ યુવકો:સચિનસિંહ વાળા ,ક્રિપાલસિંહ પરમાર ,કૃષ્ણરાજસિંહ જાડેજા ,યશ પટેલ ,અનુજ વ્યાસ ,વિશ્વરાજસિંહ ડોડીયા

તમામને એક પછી એક સહીસલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. રાહતની વાત એ રહી કે આ સમગ્ર બનાવમાં કોઈને પણ ઈજા કે જાનહાનિ થઈ નહોતી.

મોડી રાત્રે બનેલી આ ઘટનામાં ફાયર બ્રિગેડની ટીમે દાખવેલી તત્પરતા અને સમયસૂચકતાને કારણે મોટો અકસ્માત ટળ્યો હતો. ફાયર વિભાગની આ પ્રશંસનીય કામગીરી બદલ સ્થાનિક રહીશો અને ઉપસ્થિત લોકોએ ટીમનો આભાર માન્યો હતો અને તેમની કામગીરીને બિરદાવી હતી.

Back to top button
error: Content is protected !!