GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મહેન્દ્રપરામાં રહેતી પરિણિતાએ પતિ, સાસુ-સસરા અને નણંદ સામે ત્રાસ આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાવી

 

MORBI:મોરબી મહેન્દ્રપરામાં રહેતી પરિણિતાએ પતિ, સાસુ-સસરા અને નણંદ સામે ત્રાસ આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાવી

 

મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં હાલ પોતાના પિયરે રહેતી ૩૧ વર્ષીય પરિણિતાએ પોતાના પતિ, સાસુ, સસરા અને નણંદ સામે અવારનવાર શારીરિક તથા માનસિક ત્રાસ આપવાની ગંભીર ફરિયાદ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

મળતી વિગતો અનુસાર, મહેન્દ્રપરા વિસ્તારમાં રહેતા અમીરૂનબેન સદામહુસેન લૌલાડીયા (ઉ.વ.૩૧) ના લગ્નજીવન દરમિયાન તેમના પતિ સદામહુસેન સલીમભાઈ લોલાડીયા, સસરા સલીમભાઈ ઉમરભાઈ લોલાડીયા, સાસુ સઈદાબેન સલીમભાઈ લોલાડીયા (તમામ રહે. ભાટીયા સોસાયટી, સૂર્યમુખી હનુમાનજીના મંદિર વાળી શેરી, ગોકુળ વાંકાનેર) તથા નણંદ સબનમબેન જાબીરભાઈ ધોણીયા (રહે. બગદાદી હાઇટ્સ, મહેન્દ્રપરા મેઈન રોડ, મોરબી) દ્વારા અવારનવાર ઘરકામ બાબતે તેમજ નાની-નાની બાબતોમાં હેરાન-પરેશાન કરવામાં આવતા હતા.ફરિયાદમાં જણાવ્યા મુજબ, તમામ સાસરિયાઓ એકબીજાને ચડામણી કરી પરિણિતાને દુઃખ-ત્રાસ આપતા હતા. આ ઉપરાંત પતિ દ્વારા અવારનવાર મારકૂટ કરી મનફાવે તેમ ગાળો આપી શારીરિક અને માનસિક અત્યાચાર ગુજારવામાં આવતો હતો.આ મામલે પરિણિતાની ફરિયાદના આધારે મોરબી મહિલા પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!