BANASKANTHAGUJARATPALANPUR

જિલ્લા કક્ષાએ બોક્સિંગ સ્પર્ધામાં આદર્શ વિદ્યાલય, વિસનગર ઝળકી

26 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

જિલ્લા કક્ષાએ બોક્સિંગ સ્પર્ધામાં આદર્શ વિદ્યાલય, વિસનગર ઝળકી. શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગરના વિદ્યાર્થીઓએ યોજાયેલ મહેસાણા જિલ્લા કક્ષાની બોક્સિંગ સ્પર્ધા ભાગ લઈ ધો-12 ના વિદ્યાર્થી ચૌધરી મહેશ જોધાભાઈ એ અન્ડર-19 બોક્સિંગ સ્પર્ધામાં 52 થી 56 કિલોગ્રામ વજનમાં પ્રથમ નંબર અને ચૌધરી હસમુખ છોગાભાઈ એ અન્ડર-19 બોક્સિંગ સ્પર્ધામાં 56 થી 60 કિલોગ્રામ વજનમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી જિલ્લા કક્ષાએ શાળાનું નામ રોશન કરેલ છે. આમ, બોક્સિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ શાળાનું નામ રોશન કરવા બદલ કેળવણી મંડળના પ્રમુખશ્રી તથા હોદ્દેદારશ્રીઓએ અને શાળાના આચાર્યશ્રી તથા સમગ્ર સ્ટાફ મિત્રોએ બંને વિદ્યાર્થીઓને તથા વ્યાયામ શિક્ષકશ્રી રમેશભાઈ ચૌધરી અને ભાવેશભાઈ ચૌધરી ને ખુબ ખુબ અભિનંદન પાઠવેલ.

Back to top button
error: Content is protected !!