BANASKANTHAGUJARATPALANPUR

બ્રાઇટ ટુ લીપ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે બનાસકાંઠા યોગાસના ચેમ્પિયનશિપ 2026 નું આયોજન કરવામાં આવ્યું

27 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

બ્રાઇટ ટુ લીપ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે બનાસકાંઠા યોગાસના ચેમ્પિયનશિપ 2026 નું આયોજન કરવામાં આવ્યું.આ સ્પર્ધામાં 6 વર્ષથી 55 વર્ષ સુધીના કુલ 92 પ્રતિસ્પર્ધીઓએ અલગ અલગ કેટેગરીમાં ભાગ લઈ ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. જેમાં કુલ ૩૨ પ્રતિસ્પર્ધીઓ વિજેતા બન્યા જેઓ રાજ્ય કક્ષાએ બનાસકાંઠા જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.
આ સ્પર્ધામાં મુખ્ય મહેમાન તરીકે શ્રી ભગવાનભાઈ પટેલ (ગૌરક્ષક), શ્રી હરિભાઈ ચૌધરી સમાજસેવક (ગાલવ ડેરી પ્રોડક્ટ), શ્રી કાર્તિકે શાહ ટ્રસ્ટી શ્રી, શ્રી કિશોરભાઈ ખત્રી (President ADR Fondation), શ્રીમતી સ્મિતાબેન જોશી, શ્રી દીપકભાઈ પટેલ, શ્રી મુકેશભાઈ મોઢ ઉપસ્થિત રહી દરેક યોગ સ્પર્ધકને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. બનાસકાંઠાના 10 યોગી ખેલાડી કે જેમણે ગયા વર્ષે રાજ્ય કક્ષાએ વિજેતા બની અને રાષ્ટ્રીય કક્ષાએ ઉત્તમ પર્ફોર્મન્સ કરી બનાસકાંઠા જિલ્લાનું નામ રોશન કર્યું છે તેવા 10 યોગ સ્પર્ધકોને “બનાસ યોગ રત્ન એવોર્ડ” થી સન્માનિત કરવામાં આવ્યા.. યાના પટેલને સમગ્ર ભારતમાં પ્રથમ નંબર મેળવવા બદલ “બનાસ કોહીનુર એવોર્ડ” થી સન્માનિત કરવામાં આવી આ એવોર્ડ બનાસકાંઠા જિલ્લા દ્વારા નવા ખેલાડીઓને મોટીવેશનલ બની રહે તે માટે આપવામાં આવે છે સમગ્ર સ્પર્ધામાં દરેક ખેલાડીને પ્રોત્સાહન મળે તે હેતુથી ADR Fondation દ્વારા આકર્ષક gift આપવામાં આવી ઉપરાંત the health and sports World દ્વારા વિજેતા ખેલાડીઓને ડિસ્કાઉન્ટ કુપન પણ આપવામાં આવી.

Back to top button
error: Content is protected !!