GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના રાજપરમાં જૂની અદાવતમાં યુવક પર છરી અને ઢીંકાપાટુ વડે હુમલો: ૬ થી ૭ સામે ગુનો નોંધાયો

 

MORBI:મોરબીના રાજપરમાં જૂની અદાવતમાં યુવક પર છરી અને ઢીંકાપાટુ વડે હુમલો: ૬ થી ૭ સામે ગુનો નોંધાયો

મોરબી તાલુકાના રાજપર ગામે ક્રિષ્ના પાર્ક-૧ માં જૂની અદાવતને લીધે તંગદિલી સર્જાઈ હતી. જૂના ઝઘડાનું મનદુઃખ રાખીને મકાનમાં બળજબરીપૂર્વક પ્રવેશી ૨૧ વર્ષીય યુવક પર છરી અને ઢીંકાપાટુ વડે જાનલેવા હુમલો કરવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે મોરબી તાલુકા પોલીસ મથકે મનોજ પનારા, યોગેશ અને અન્ય ચારથી પાંચ અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, રાજપર ગામે રહેતા ૨૧ વર્ષીય કરણભાઈ ઉર્ફે જતીન દિનેશભાઈ ડાંગર પોતાના મોટા બાપુના ઘરે હાજર હતા. તે દરમિયાન આરોપી મનોજ પનારા, યોગેશભાઈ અને તેમની સાથે આવેલા ૪ થી ૫ અજાણ્યા શખ્સો ત્યાં આવી પહોંચ્યા હતા. ફરિયાદીના મોટા બાપુના દીકરા મુકેશભાઈ ડાંગર સાથે આરોપીઓને અગાઉ ઝઘડો થયેલ હોય, જે બાબતે પૂછપરછ કરી આરોપીઓએ ગાળો આપવાનું શરૂ કર્યું હતું.

ત્યારબાદ આરોપીઓએ મકાનમાં ધક્કો મારી પ્રવેશીને કરણભાઈનો કાઠલો પકડી તેમને શેરીમાં ખેંચી ગયા હતા. જ્યાં આરોપી મનોજે ઢીંકાપાટુનો માર મારી છરી વડે હુમલો કરતા કરણભાઈને જમણા હાથની હથેળીમાં તથા માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી. જ્યારે યોગેશ અને અન્ય અજાણ્યા ઈસમોએ ફરિયાદી સાથે ઝપાઝપી કરી છાતીના ભાગે નખોળિયા ભરી ઈજાઓ પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા.

આ ઘટના અંગે ઈજાગ્રસ્ત કરણભાઈ ડાંગરે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ:ભારતીય ન્યાય સંહિતા (BNS) કલમ: ૧૧૫(૨), ૧૧૮(૧), ૩૫૨, ૩૫૧(૨), ૩૩૩, ૧૮૯(૨), ૧૯૧(૨), ૧૯૧(૩)જી.પી. એક્ટ કલમ: ૧૩૫ મુજબ ગુનો નોંધીને તમામ આરોપીઓને ઝડપી પાડવા માટે કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!