
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી ઇલેક્ટ્રોનિક મીડિયા એસોસિએશનના નવનિયુક્ત પ્રમુખ સહિત હોદ્દેદારોનો ભવ્ય સત્કાર સમારંભ યોજાયો – સાથે ભોજનનું ભવ્ય આયોજન
અરવલ્લી જિલ્લા ઇલેક્ટ્રોનિક મીડિયા એસોસિએશનના નવનિયુક્ત પ્રમુખ સહિત હોદ્દેદારોના સન્માનાર્થે મોડાસા ખાતે આવેલા ડોક્ટર હાઉસ ખાતે ભવ્ય સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન એસોસિએશનના પ્રમુખ શૈલેશભાઈ કે. પંડ્યાનું સાફો પહેરાવી તથા તલવાર અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ એસોસિએશનના નવનિયુક્ત તમામ હોદ્દેદારોને પણ ફૂલછડી અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ નવનિયુક્ત ટીમને શુભેચ્છાઓ પાઠવી મીડિયા ક્ષેત્રે નિષ્પક્ષ, જવાબદાર અને લોકહિતના કાર્યો વધુ સશક્ત રીતે આગળ વધે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી.સત્કાર સમારંભ પૂર્ણ થયા બાદ ઉપસ્થિત તમામ મિત્રો અને મહેમાનોએ કેતન પ્રણામીના સૌજન્યથી સ્વાદિષ્ટ ભોજનનો સ્વાદ લીધો હતો. સૌના સહકાર અને ઉત્સાહભર્યા સહભાગથી સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.




