MORBI:ખેડૂત મિત્રો સાવધાન! ખરીદી વખતે પાકું બિલ નહિ હોય તો વળતર નહિ મળે: મોરબી ખેડૂત સુરક્ષા સંગઠનની અપીલ

MORBI:ખેડૂત મિત્રો સાવધાન! ખરીદી વખતે પાકું બિલ નહિ હોય તો વળતર નહિ મળે: મોરબી ખેડૂત સુરક્ષા સંગઠનની અપીલ
ખેડૂત સુરક્ષા સંગઠનના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા મોરબી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ સંદેશ અને માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. હાલના સમયમાં ખેતીમાં વપરાતી બોગસ અને નકલી ચીજવસ્તુઓથી બચવા તેમજ પાક નિષ્ફળ જવાના કિસ્સામાં કાનૂની રક્ષણ મેળવવા માટે ખેડૂતોને જાગ્રત થવા અપીલ કરાઈ છે.
પ્રમાણિત ઉત્પાદનોની જ ખરીદી: ખેડૂતો જ્યારે પણ બિયારણ, ખાતર કે જંતુનાશક દવાઓની ખરીદી કરે, ત્યારે હંમેશા માન્ય અને સ્ટાન્ડર્ડ કંપનીઓનો જ માલ ખરીદવો.
જીએસટી વાળા બિલનો આગ્રહ: કોઈ પણ વેપારી કે ડીલર પાસેથી ખરીદી કરતી વખતે અચૂક GST વાળા પાકા બિલ લેવા જરૂરી છે. પાકા બિલ વગર કાનૂની કાર્યવાહી કરવી શક્ય બનતી નથી.
જો કદાચ નકલી કે ગુણવત્તા વગરની દવા/બિયારણને કારણે પાક નિષ્ફળ જાય, તો તુરંત જ ગામના સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યોની હાજરીમાં પંચનામું (સ્થળ તપાસ અહેવાલ) તૈયાર કરાવી લેવું.
જિલ્લા ખેતીવાડી અધિકારીને આ અંગે લેખિત અરજી આપવી અને તેની રજિસ્ટર્ડ A.D. થી જાણ કરી પંચનામું કરાવવું.ગ્રાહક અદાલતમાં વળતરની જોગવાઈ: જો ખેડૂત પાસે પાકું બિલ અને સરપંચ/ખેતીવાડી અધિકારીનું પંચનામું હશે, તો તેઓ ડીલર કે ઉત્પાદક કંપની વિરુદ્ધ ગ્રાહક અદાલત (Consumer Court) માં કેસ દાખલ કરીને પાક નિષ્ફળતાનું યોગ્ય વળતર મેળવી શકશે.








