DHROL: ધ્રોલ ખાતે સ્વ. ભાગ્યપાલસિંહ જાડેજા અને સ્વ. નિર્મલસિંહ જાડેજા ની સ્મૃતિમાં રક્તદાન અને સર્વ રોગ નિદાન કેમ્પનું સફળ આયોજન

DHROL: ધ્રોલ ખાતે સ્વ. ભાગ્યપાલસિંહ જાડેજા અને સ્વ. નિર્મલસિંહ જાડેજા ની સ્મૃતિમાં રક્તદાન અને સર્વ રોગ નિદાન કેમ્પનું સફળ આયોજન
સ્વ. ભાગ્યપાલસિંહ જાડેજા અને સ્વ. નિર્મલસિંહ જાડેજા ની પુન્ય સ્મૃતિમાં તા. 26/07/2026 રવિવાર ના રોજ ધ્રોલ શ્રી દીપસિંહજી રાજપૂત છાત્રાલય ખાતે આયોજિત રક્તદાન કેમ્પ અને સર્વ રોગ નિદાન કેમ્પ ને લોકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો.
આ કેમ્પમાં કુલ 147 બોટલ રક્તદાન કરવામાં આવ્યું.
સાથે *77 થી વધુ લોકોએ સર્વ રોગ નિદાન કેમ્પ* નો લાભ લીધો. મોટી સંખ્યામાં લોકોએ ડાયાબિટીસ, B.P, અને અન્ય સામાન્ય રોગોની નિ:શુલ્ક ચકાસણી કરાવીને નિષ્ણાત ડોક્ટરો પાસેથી માર્ગદર્શન મેળવ્યું.
આ કેમ્પનું આયોજન સ્વ. ભાગ્યપાલસિંહ ના મિત્ર વર્તુળ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં સલીમભાઈ સોમાણી, યુનિસભાઈ ચાવડા, ફારૂકભાઈ ડોસાણી, સમીરભાઈ શુક્લ, ગિરાજસિંહ જાડેજા તેમજ સ્વ. ભાગ્યપાલસિંહ પરિવાર અને સ્વ. નિર્મલસિંહ પરિવાર સહયોગી હતા.
શ્રી ગિરાજસિંહ જાડેજા અને શ્રી સમીરભાઈ શુક્લ છેલ્લા ઘણા સમયથી નિયમિત રીતે આવા સેવાકીય કેમ્પનું આયોજન કરતા રહે છે.
આ પુન્ય કાર્યમાં જી.જી. હોસ્પિટલ, જામનગર અને સિવિલ હોસ્પિટલ, રાજકોટ ની તબીબી ટીમ અને બ્લડ બેંક દ્વારા ટેકનિકલ સહયોગ આપવામાં આવ્યો હતો.
રક્તદાતાઓ, દર્દીઓ, સ્વયંસેવકો અને સમગ્ર સમાજનો આભાર માનતા આયોજકોએ જણાવ્યું કે આ રીતે માનવ સેવા દ્વારા જ સ્વ. ભાગ્યપાલસિંહ અને સ્વ. નિર્મલસિંહ ને સાચી શ્રદ્ધાંજલિ અપાઈ શકે.
આયોજક ટીમ ,સ્વ. ભાગ્યપાલસિંહ જાડેજા મિત્ર મંડળ,સ્વ. નિર્મલસિંહ પરિવાર ,ડો. ઉષાકાંત શુક્લ ટ્રસ્ટ ,શ્રી અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ ધ્રોલ,હરધ્રોળ માજી સૈનિક સેવા ફાઉન્ડેશન ધ્રોલ









