GUJARATHALOLPANCHMAHAL
હાલોલ:ગૌરી વ્રત નિમિત્તે કલરવ શાળામાં યોજાયેલ ઘરેણા હરીફાઈ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૭.૭.૨૦૨૬
કલરવ શાળામાં ગૌરીવ્રત નિમિત્તે વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી.જેમાં તારીખ 27/7/2026 ને સોમવારના રોજ ઘરેણા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા ધોરણ 5 થી 12 ના અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ ના વિદ્યાર્થીઓ માટે યોજાઈ હતી. આ ઘરેણા સ્પર્ધામાં બંને માધ્યમના 230 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈને આકર્ષક અને કલાત્મક ઘરેણા બનાવીને બધાને મંત્રમુગ્ધ કર્યા હતા. આમ આ સ્પર્ધામાં આકર્ષક અને કલાત્મક રીતે ઘરેણા બનાવનાર વિદ્યાર્થીઓને પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર આપીને પ્રમાણપત્રથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમજ શાળાના આચાર્ય ડૉ. કલ્પનાબેન જોશીપુરા આ સ્પર્ધામાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ વધુમાં વધુ વિદ્યાર્થીઓ આવી સ્પર્ધાઓમાં ભાગ લે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.











