GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલમાં ગૌ સન્માન આહ્વાન અભિયાનમાં વિશાળ સંખ્યામાં ભક્તો જોડાયા, ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા અવાજ.

તારીખ ૨૭/૦૭/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના કાલોલ ખાતે આવેલ કામધેનુ ગૌશાળા પરિસરમાં ગૌ સંવર્ધન અને ગૌ સંરક્ષણના પુનઃ જાગરણ માટે એક વિશેષ ‘ગૌ સન્માન આહ્વાન અભિયાન’ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગૌભક્તો અને સ્થાનિક નાગરિકો ઉત્સાહભેર એકઠા થયા હતા.કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ ભક્તજનોએ એકસૂરે ગૌમાતાને રાષ્ટ્રની માતા (રાષ્ટ્રીય માતા) તરીકેનું સ્થાન અને સન્માન આપવાની તેમજ ગૌ રક્ષા અને સંવર્ધન માટે યોગ્ય શાસકીય નીતિ નિર્ધારિત (સરકારી નીતિઓ ઘડવા) કરવા માટેનું આહ્વાન કર્યું હતું.આ સન્માન આહ્વાન અભિયાનમાં મોટી સંખ્યામાં ગૌપ્રેમીઓએ સ્વાક્ષરી (સહીઓ) કરીને પોતાનો સમર્થન પત્ર નોંધાવ્યો હતો અને સરકારશ્રી સમક્ષ ગૌસંરક્ષણ અંગે યોગ્ય પગલાં ભરવાની માંગ બુલંદ કરી હતી.







