ARAVALLIGUJARATMODASA

આયુષ્યમાન આરોગ્ય મંદિર-ખંભીસરને NQASનું રાષ્ટ્રીય કક્ષાનું ગુણવત્તા પ્રમાણપત્ર પ્રાપ્ત ,૯૩.૫૫ ટકા સ્કોર સાથે અરવલ્લી જિલ્લામાં વધુ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

આયુષ્યમાન આરોગ્ય મંદિર-ખંભીસરને NQASનું રાષ્ટ્રીય કક્ષાનું ગુણવત્તા પ્રમાણપત્ર પ્રાપ્ત ,૯૩.૫૫ ટકા સ્કોર સાથે અરવલ્લી જિલ્લામાં વધુ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ

અરવલ્લી જિલ્લાના આયુષ્યમાન આરોગ્ય મંદિર-ખંભીસર મોડાસાને નવી દિલ્હીની નેશનલ હેલ્થ સિસ્ટમ્સ રિસોર્સ સેન્ટર (NHSRC) ટીમ દ્વારા નેશનલ ક્વોલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ (NQAS) હેઠળ ૯૩.૫૫ ટકા સ્કોર સાથે રાષ્ટ્રીય કક્ષાનું ગુણવત્તા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે. આ સિદ્ધિ અરવલ્લી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે વધુ એક ગૌરવપૂર્ણ પગલું સાબિત થયું છે

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જયેશ પરમારના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વિવિધ આયુષ્યમાન આરોગ્ય મંદિરોનું NQAS અંતર્ગત મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. તેમાં આયુષ્યમાન આરોગ્ય મંદિર-ખંભીસરે ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓના ૧૨ માપદંડો સફળતાપૂર્વક પૂર્ણ કરતાં આ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પ્રમાણપત્ર હાંસલ કર્યું છે. આ મૂલ્યાંકન સગર્ભા માતા અને નવજાત શિશુની સંભાળ, રસીકરણ, બાળ અને કિશોર આરોગ્ય સેવાઓ, કુટુંબ કલ્યાણ, રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમો, ઓપીડી તેમજ પ્રસૂતિ સહિતની વિવિધ આરોગ્ય સેવાઓની ગુણવત્તા પર આધારિત હતું.

આ સફળતા પાછળ જિલ્લા ક્વોલિટી એસ્યોરન્સ સેલ, તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. યજ્ઞેશ નાયક, મેડિકલ ઓફિસર ડૉ. દીપક પટેલ, આયુષ તબીબ ઝલક શાહ, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર મમતા પરમાર તેમજ કેન્દ્રના તમામ આરોગ્ય કર્મચારીઓની સમર્પિત ટીમનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે. તેમની સતત મહેનત અને ગુણવત્તાકેન્દ્રી અભિગમને કારણે આ કેન્દ્રે રાષ્ટ્રીય સ્તરે માન્યતા મેળવી છે.આ રાષ્ટ્રીય ગુણવત્તા પ્રમાણપત્ર મળવાથી વિસ્તારના નાગરિકોને વધુ ગુણવત્તાસભર, સુરક્ષિત અને વિશ્વસનીય આરોગ્ય સેવાઓનો લાભ મળશે. સાથે સાથે અરવલ્લી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે નવી ઊંચાઈ હાંસલ થઈ છે અને જિલ્લાની આરોગ્ય સેવાઓની ક્ષમતા વધુ મજબૂત બની છે.

 

 

Back to top button
error: Content is protected !!